Vadodara : મધ્યપ્રદેશના જાંબુવા ખાતે રહેતો શ્રમજીવી પરિવાર હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાલતા કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરે છે. મહિલાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સયાજી હોસ્પિટલની લેબર કોલોનીમાં પતરાના 25 રૂમ બનાવ્યા છે. જેમાં એક રૂમમાં હું સુતી હતી. રાત્રે 2:00 વાગે હું રૂમની બહાર પતરાના બાથરૂમમાં લઘુ શંકા કરવા માટે ગઈ હતી. હું નીકળી ત્યારે લેબર કોલોનીમાં રહેતો વાહડિયા ખુમાણ વસોનીયા (રહેવાસી આમલી ગામ, તાલુકો થાંદલા, જાંબુવા મધ્યપ્રદેશ) મારી પાછળ અચાનક આવ્યો હતો. તે મારો હાથ પકડી છેડતી કરવા લાગ્યો હતો.