વડોદરા,સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરણી એરપોર્ટથી નીકળી એરપોર્ટ સર્કલથી ડાબી બાજુ વળી સાંઇદિપ નગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન કાર્યક્રમ સ્થળે આવશે.
જ્યારે સ્પેનના વડાપ્રધાન રવિવારે મોડીરાતે વડોદરા આવી વેલકમ હોટલ જશે.તેઓ સવારે ત્યાંથી નીકળી જી.ઇ.બી. સર્કલ, અટલ બ્રિજ પર પંડયા બ્રિજ, ફતેગંજ બ્રિજ, એરપોર્ટ સર્કલથી ન્યૂ વી.આઇ.પી.રોડ સાંઇદિપ નગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન પહોંચશે.
ત્યારબાદ બંને વડાપ્રધાન એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ , એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમ.ઇ. સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂના વુડાના સર્કલ, ફતેગંજ સર્કલ, પેવેલિયન સર્કલ, નરહરિ સર્કલ, કમાટીબાગ રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સર્કલ, સેન્ટ્રલ જેલ કટ, રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેન ગેટ ત્રણ રસ્તા થઇ લક્ષ્મી વિલાસ પેલેસ કાર્યક્રમ સ્થળે જશે.