વડોદરા, કોર્પોરેશન દ્વારા રોડના જંક્શન પર ટ્રાફિક નિયંત્રણ માટે સિગ્નલ તથા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જે ઇલેક્ટ્રિક સપ્લાયથી ઓપરેટ થાય છે. સંજોગોવશાત ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થાય ત્યારે પણ સિગ્નલ ચાલુ રહે. તે માટે દરેક જંક્શન પર પાવર બેકઅપ માટે બેટરી ફિટ કરાય છે. છેલ્લા ચાર મહિનાના ગાળામાં શહેરના અલગ- અલગ જંક્શન પરથી કુલ ૧૧૨ બેટરીની ચોરી થઇ હતી. જે અંગે અલગ – અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
(૧) અલકાપુરી ગરનાળા પાસે ફૂટપાથ પરના જંક્શન બોક્સમાંથી ૩ બેટરી કિંમત રૃપિયા ૧૫ હજાર
(૨)તાંદલજા કિસ્મત ચોકડી તથા એક મોલ પાસેના ખુલ્લા મેદાનના ખૂણા પાસેથી ૬ બેટરી કિંમત રૃપિયા ૩૦,૬૦૦
(૩)ગોત્રી ઘડિયાળી સર્કલ, નિલાંબર સર્કલ, વાસણા રોડ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તથા સંત કબીર સ્કૂલ પાસેથીકુલ ૭૧ બેટરી કિંમત રૃપિયા ૩.૬૨ લાખ
(૪)અટલાદરા ખિસકોલી સર્કલ નજીકથી ૩ બેટરી કિંમત રૃપિયા ૧૫ હજાર
(૫) રેસકોર્સ ચકલી સર્કલ, આંબેડકર સર્કલ તથા મનિષા ચોકડી પાસેથી ૮૦ બેટરી કિંમત રૃપિયા ૪ લાખ
(૬)નવલખી ગેટ, વિશ્વામિત્રી બ્રિજ તથા ભીમનાથ ત્રણ રસ્તા પાસેથી ૧૨ બેટરી કિંમત રૃપિયા ૬૦ હજાર
(૭) રાત્રિ બજાર કંપાઉન્ડ, અમિત નગર બ્રિજ પાસે તથા સમા સાવલી રોડ પરથી ૪૦ બેટરી કિંમત રૃપિયા ૨ લાખ