Updated: Dec 14th, 2023
Image Source: Freepik
– ગાંધીનગર સચિવાલયમાં ડીવાયેએસઓ પરિવાર સાથે ગોવાથી અમદાવાદ આવતા હતા
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
ગોવાથી અમદાવાદ આવવા માટે ટ્રેનમાં નીકળેલા ગાંધીનગર સચિવાલયના ડીવાયએસઓના માતાની ઉંઘો લાભ લઇને ચોર સોનાના દાગીના અને રોકડ મળી 4 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. સરકારી મહિલા કર્મચારીએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા જિલ્લામાં રહેતા હિના હરી પટેલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગાંધીનગર સચિવાલય માં ડી. વાય.એસ.ઓ. તરીકેની નોકરી કરું છું.મેંપરિવાર સાથે મડગાવ (ગોવા) રેલ્વે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે ટ્રેન એનાકુલમ -ઓખા એક્સના રીઝર્વેશનના કોચમાં બેસી નીકળી હતી. ટ્રેન 10 ડિસેમ્બરના રોજ 4વાગ્યાની આસપાસ ટ્રેન બરોડા યાર્ડમાં ધીરે ધીરે ચાલતી હતી. તે સમય દરમિયાન કોઇ ચોર મારા મમ્મી સીટ ઉપર ઉંઘતા હતા તેમની ઉંઘની તકનો લાભ લઇ માથા નીચે રાખેલું લેડીઝપર્સ ચોરી કરી ચાલુ ટ્રેને ઉતરી ગયો હતો. પર્સમાં એક સોનાની ચેન રૂ.50,000 સોનાનુ મંગળસુત્ર 35 ગ્રામ .રૂ. 2,00000, 3 નંગ સોનાની વીંટી રૂ. 80,000 કાનની ઇયરીંગ સોનાની બે જોડી રૂ. 60,000 તથા રોકડા રૂપીયા 10,000 મળી રૂ. 4,00000/- ની મત્તા હતી. જે મત્તા ભરેલું પર્સ તસ્કર લઇને નો દો ગ્યારાહ થઇ ગયો હતો. વડોદરા રેલવે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચોરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.