વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા ચોરીના બનાવોમાં અગાઉ સંડોવાયેલા અને હાલમાં પાદરના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
ડીસીપી ઝોન-૨ની ટીમે નાસતા ફરતા આરોપીઓની તપાસ દરમિયાન રાજવીરસિંગ ઉર્ફે રાજીન્દરસિંગ માનસિંગ ટાંક(સરદાર નગર ભાડાના મકાનમાં,ભાયલી)ને ઝડપી પાડયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રીઢો ગુનેગાર અગાઉ વડોદરા શહેરના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ૨૦ જેટલા ગુનામાં પકડાયો હતો.જ્યારે હાલમાં પાદરાના એક ગુનામાં તેની સંડોવણી જણાતાં પાદરા પોલીસને જાણ કરવામાં આવી છે.