Vadodara Winter Season : જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સર્જાયેલા કાતિલ કોલ્ડ વેવની હાડ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ વડોદરાવાસીઓ સીઝનમાં માત્ર છેલ્લા બે દિવસથી કરી રહ્યા છે. પ્રદૂષણ અને ગ્લોબલાઇઝના કારણે ઋતુઓમાં ફેરફાર થઈ ગયો છે. દિવાળીના દિવસોમાં શરૂ થતી ઠંડી પોષ મહિનાના દસ દિવસ થવા છતાં ઠંડીનો અહેસાસ યોગ્ય પ્રમાણમાં ન હતો. આજે સીઝનના સૌથી ઓછા તાપમાનનો ન્યૂનતમ પારો 9.2 અંશ ડિગ્રી સેલ્સિયસ રહેતા શહેર ટાઢુંબોળ થયું છે.
લેખની એ છે કે, ગઈ તા.7એ ન્યુનતમ તાપમાનનો પારો 14 અંશ સેન્ટીગ્રેડ રહ્યો હતો જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 5 કી.મીની રહી હતી. જેમાં ગઈકાલે તા.8મીએ ન્યુનતમ તાપમાનનો પારો 2.6અંશ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 11.4 અંશ સેન્ટીગ્રેડ થવા સહિત પવનની ગતિ પ્રતિ કલાક 7 કિમીની રહી હતી. જેથી શહેરીજનોએ સીઝનમાં સૌ પ્રથમ વખત શિયાળાની ખરી ઠંડીનો અહેસાસ કર્યો હતો. જોકે ત્યારબાદ આજે ન્યૂનતમ તાપમાનનો પારો વધુ 1.8 અંશ સેલ્સિયસ ઘટ્યો છે. પરિણામે સિઝનમાં સૌથી ઓછું તાપમાન 9.2 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે જેથી બે દિવસમાં તાપમાનનો પારો 4.4 અંશ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યો છે પરિણામે આજે ન્યૂનતમ તાપમાનનો પારો 9.2 અંશ ડિગ્રી સેલ્સિયસ થઈ જતા સીઝનનો આજે સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. પરિણામે વહેલી સવારે નોકરી ધંધે જનારા લોકોને ઉનના વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. જ્યારે વહેલી સવારે લોકો હુંફાળા તાપની મજા માણતા નજરે પડ્યા હતા. આમ હવે દિન પ્રતિદિન ન્યૂનતમ તાપમાનનો પારો નીચે જઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે બીજી બાજુ ઠંડા પવનની ગતિ છેલ્લા ત્રણ દિવસમાં વધઘટ થઈ રહી છે જે ગઈકાલે પ્રતિ કલાક 7 કીમીની રહ્યા બાદ આજે પવનની ગતિ પ્રતિ કલાક 4 કિમીની રહી હતી. જોકે ઉતરાયણ પર્વ નિમિત્તે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા નકારી શકાતી નથી.