Vadodara Police : વડોદરા હરણી વિસ્તારમાં પોલીસે પ્લાસ્ટિકના કોથળાની નીચે દારૂનો મોટો જથ્થો લાવતી ટ્રક સાથે પોલીસે ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.
રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ થઈને મુંબઈ તરફ જવાની છે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ટ્રકોનું ચેકિંગ કર્યું હતું.
આ દરમિયાન એક ટ્રકમાંથી કોથળાઓ નીચેથી દારૂના 311 નંગ બોક્સ મળી આવ્યા હતા. જેમાં કરવું અંદર લાખની કિંમતની 10,788 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર રમેશ અર્જુન રામ ખીલેરી (બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.
દારૂનો જથ્થો અનિલકુમાર ઢાકા (ચોહટન, બાડમેર રાજસ્થાન) એ મોકલ્યો હોવાની અને હેમંત ધાકા નામનો શખ્સ સંપર્કમાં રહેવાનો હતો તેમજ તેના કહેવા મુજબ દારૂની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.