વડોદરા,આજવા રોડ નવજીવન સોસાયટીના મકાનમાં ધાડ પાડી ૧૧.૭૫ લાખની લૂંટ ચલાવવાના કેસમાં સામેલ આરોપીની પાસા હેઠળ અટકાય કરવામાં આવી છે.
આજવા રોડ નવજીવન સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરે મધરાતે ઘાતક હથિયારો વડે ઘુસીને ધાડપાડુઓએ પરિવારને બાનમાં લઇ સોના – ચાંદીના દાગીના અને રોકડા મળી ૧૧.૭૫ લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનો કરવા માટે આરોપીએ કાર પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી આઝાદસિંગ ઉર્ફે ધનરેસિંગ ટાંક (રહે. ભેસ્તાન, સુરત)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ ૨૪ ગુનાઓ નોંધાયા છે. જ્યારે અન્ય એક આરોપી અજયસિંગ ભુરાસિંગ દુધાણી (રહે. ભેસ્તાન, સુરત) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ ૧૨ ગુનાઓ નોંધાયા છે.