BJP Membership Campaign Controversy : ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે વડોદરામાં ભાજપના યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ બંને ધારાસભ્ય સદસ્યતા અભિયાન મુદ્દે એકબીજા પર કટાક્ષ કરતા રાજકારણ ગરમાયું.
ભાજપના બે ધારાસભ્ય સદસ્યતા અભિયાનને લઈને આમને-સામને
એક સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલ એક સવાલના જવાબ આપતા કહ્યું કે, અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે, આટલા બધા સભ્યો કઈ રીતે બન્યા, તેવું મોટા નેતાએ જણાવેલું. ચૈતન્ય દેસાઈએ કહ્યું કે, તમે તમારી ચિંતા કરો, તમારા કેમ ન થયાં.
ચૈતન્ય દેસાઈએ કહ્યું કે, ભાજપ સદસ્યતામાં મે વધુ સભ્યો બનાવ્યા એ મારી આવડત છે. જેમાં અમે આગળ જઈશું. આ બધામાં હું કાચબો અને યોગેશ કાકા સસલા નીકળ્યાં.
બીજી તરફ, વડોદરા પાલિકાના ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલે વોર્ડ નં.16માં પાણીના સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં કાઉન્સિલરમાં રોષ જોવા મળ્યો.