આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશિપ પાસે કાર લઇને ઉભા હતા
Updated: Dec 29th, 2023
વડોદરા,કારમાં વિદેશી દારૃ અને બિયરની બોટલ સાથે કોમર્સ અને આર્ટ્સ ના બે વિદ્યાર્થીઓને બાપોદ પોલીસે મોડીરાતે આજવા રોડ પરથી ઝડપી લીધા હતા.
બાપોદ પોલીસની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશિપ પાસે આવતા એક સફેદ કલરની કાળા કાચ વાળી અને નંબર પ્લેટ વગરની થાર કંપનીની કાર ઉભી હતી. જેથી, પોલીસને શંકા જતા તેમણે ગાડીમાં બેસેલા યુવાનની પૂછપરછ કરતા કાર ચાલકનું નામ આયુશ અમૃતભાઇ રાઠી ( રહે. વૈદ રેસિડેન્સી,સોમા તળાવ, વડોદરા) તથા તેની બાજુમાં બેસેલા યુવકનું નામ કૃતિક રણજીતભાઇ વસાવા ( રહે. જય યોગેશ્વર ટાઉનશિપ, આજવારોડ) હોવાનું જાણવા મળ્યું હતું. ગાડીમાંથી દારૃની એક અને બિયરની સાત બોટલ મળી આવી હતી. બાપોદ પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.