વડોદરાઃ અછોડા અને મહિલાઓના પર્સ લૂંટવાના બનાવોમાં સગીરવયના આરોપીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો ખૂલી છે.
આજવારોડ વિસ્તારમાં એક સગીર સોનાની ચેન વેચવા માટે ફરી રહ્યો હોવાની વિગતો જાણવા મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને અટકમાં લઇ ચેન કબજે કરી હતી.
પૂછપરછ દરમિયાન ગઇ તા.૧૪મીએ વડોદરા પાસે મહાપુરા ખાતે સાંજના સમયે અન્ય એક સાગરીત સાથે બાઇક પર જઇ અછોડો તોડયો હોવાની અને આવી જ રીતે ન્યુ વીઆઇપી રોડ પર એક મહિલાનું પર્સ લૂંટયું હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે તેને વડોદરા તાલુકા અને બાપોદ પોલીસને સોંપવા તજવીજ કરી છે.