Updated: Dec 12th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની યુવતી પોતાના ફિયાન્સી સાથે રહેતી હતી અનગઢ ગામે આવેલા મેલડી માતાના મંદિર દર્શન કરવા ગઇ હતી. ત્યાં પૂર્વ પ્રેમી યુવતી સાથે આવ્યો હતો અને તુ મારી સાથે કેમ વાત કરતી નથી તુ મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે જો તુ મારી સાથે લગ્ન નહી કરી કરે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવતીએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાદરા તાલુકાના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ માતા માતા-પી તા સાથે રહુ છુ અને ઘરકામ કરુ છુ. આથી થોડા સમય પહેલા ભણીયાર ગામ નવીનગરી તા.વાઘોડીયા જી. વડોદરા ખાતે રહેતા દક્ષેસકુમાર અમરસિંહ ચૌહાણના સાથે પ્રેમ સબંધ હતો. ત્યારબાદ આજથી પાંચ મહીના પહેલા મારી સગાઈ પાદરા ખાતે રહેતા યુવક સાથે થઇ ગઇ હતી. તા. 10/12/2023ના રોજ હુ થતા મારી સગાઇ થયેલો યુવક અનગઢ ગામ મહોણીમાતાએ દર્શન કરવા આવ્યા હતા. તે દરમિયાન દક્ષેસકુમાર ચૌહાણ અમોને મહોણીમાતાના મંદીર પાસે મંગેતર સાથે જોઇ ગયો હતો. જેથી તે મારી પાસે આવીને તુ મારી સાથે કેમ વાતચીત કરતી નથી તેમજ તુ મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મને ગંદી ગાળો બોલી જો તુ મારી સાથે લગ્ન કરે નહી તો હુ તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી. નંદેસરી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ધમકી આપનાર પૂર્વ પ્રેમીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.