Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જરૂરી રીપેરીંગ કામ અંગે શહેરના વિવિધ વિસ્તારમાં તા.19 થી તા.23 દરમિયાન સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આવી જ રીતે જેટકો દ્વારા કેવી વિદ્યુતનગર સબ સ્ટેશનમાં જરૂરી રીપેરીંગ કામ અંગેની કામગીરી સંદર્ભે પણ કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો તા.17મીએ સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી બંધ રહેશે. જરૂરી રીપેરીંગ કામ થઈ ગયા બાદ કોઈપણ જાતની જાણ વગર પુનઃવિજ પુરવઠો શરૂ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, તા.19મીએ મંગળવારે સમા સબ ડિવિઝન, અણુશક્તિ ફીડર, ગોલવા સબ ડિવિઝન, શ્રીનાથજી ફીડર સહિત અલકાપુરી સબ ડિવિઝનલ સેન્ટ્રલ બસ સ્ટેશન ફીડર, અકોટા સબ ડિવિઝન એમડી રોડ ફીડર ગોત્રી સબ ડિવિઝન, ન્યુ હરીનગર ફીડર આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. એવી જ રીતે તા.20 ને બુધવારે ફતેગંજ સબ ડિવિઝન દીપ ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.21મીને ગુરૂવારે અલ્કાપુરી સબ ડિવિઝન ઇન્ડિયાબુલ્સ ફીડર તથા અકોટા સબ ડિવિઝન કરમ ફીડર આસપાસનો વિસ્તાર. એવી જ રીતે તા.22 ને શુક્રવારે પાણીની ટાંકી ફીડર, સુંદરવન ફીડર, ગોત્રી સબ ડિવિઝન, ભગીરથ ફીડર આસપાસનો વિસ્તાર અને તા.23ને શનિવારે લક્ષ્મીપુરા સબ ડિવિઝન, સોમનાથ ફીડર, તથા અલકાપુરી સબ ડિવિઝન, અલકાપુરી ફીડર વિસ્તાર અને ફતેગંજ સબ ડિવિઝન, શાસ્ત્રી બ્રિજ ફીડર, અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
આવી જ રીતે અલકાપુરી સબ ડિવિઝન આર્કેડ ફીડર આસપાસનો વિસ્તાર તથા અકોટા સબ ડિવિઝન, પુનિત નગર ફીડર સહિત દિવાળીપુરા, મુક્તિનગર ફીડર, વાસણા રોડ ફીડર આસપાસના વિસ્તારમાં તા.17 ને રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તમામ જગ્યાએ વીજ રીપેરીંગ કામ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે તેની નોંધ લેવા તંત્ર દ્વારા જણાવાયું છે.