Vadodara : લગ્ન બાદ અવારનવાર ઝગડો કરી દહેજમાં પૈસાની માંગ સાથે શારીરીક અને માનસીક ત્રાસ આપી ભરણપોષણની જવાબદારી નહીં નિભાવવાના આક્ષેપ સાથે બે સંતાનની માતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી પરણિતાના લગ્ન તા.25/05/2004 ના રોજ મુસ્લીમ સરીયત મુજબ મોહંમદ સાજીદ દુધવાલા (રહે-ભદ્ર કચેરી, પાણીગેટ ) સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં દિકરા દિકરી છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નના બે માસ બાદ પતિએ હેરાન કરી ત્રાસ આપવાનુ શરૂ હતું. પતિ કોન્ટ્રાક રાખી મકાન બનાવવાનું કામ કરતા હોવા છતાં દહેજ ઓછું લાવેલ છે તેમ કહી પૈસાની માંગણી કરી નાની નાની વાતમાં બોલાચાલી ઝગડો કરી ત્રાસ આપતા હતા. પતિએ ઘણા લોકો પાસેથી ઉછીના લીધેલ પૈસા લોકોને પરત નહીં આપતા લેણદારો પૈસા માંગવા ઘરે આવતા અને પતિ ઘરે હાજર ન હોય ત્યારે અપશબ્દ બોલીને જતા રહેતા હતા. પતિએ દોઢ વર્ષ અગાઉ ઘરમાંથી કાઢી મુકતા પિયરમાં રહે છે. જેથી દિકરા દિકરીના ભણતર પર પણ અસર થઇ છે. પતિ વારંવાર પૈસાની માંગણી કરી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે મહિલા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 498A, 504 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.