Updated: Dec 14th, 2023
વડોદરાઃ વડોદરા હાલોલ ટોલ રોડ પર ગઇરાતે આમલીયારા નજીક યુવકોએ ભારદારી વાહનો દ્વારા સર્વિસ રોડના ઉપયોગ સામે વાંધો લઇ ચક્કાજામ કરી દીધો હતો.
આમલીયારા ગામના યુવકોએ એવો આક્ષેપ કર્યો છે કે,અમારા ગામમાં આવતા મોટા વાહનો માટે સર્વિસરોડનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.તો બીજા વાહનોને કેમ જવા દેવાય છે.
તેમણે રાતે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવતાં ચક્કાજામ થયો હતો.