વડોદરાઃ વડોદરાના પ્રજાજનો માટે ફાયર સેફ્ટીના મુદ્દે કોર્પોરેશન સદંતર બેદરકાર હોવાનો આક્ષેપ કરી શહેર કોંગ્રેસ દ્વારા કેટલીક રજૂઆતો અને માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસે એક યાદીમાં જણાવ્યું છે કે, શહેરની વસ્તિ જોતાં ૧૮ જેટલા ફાયર સ્ટેશન હોવા જોઇએ.પરંતુ,માત્ર ૮ જ ફાય સ્ટેશન ઉપલબ્ધ છે.વળી સ્ટાફનો પણ અભાવ છે અને ૬૭૦ જવાનોની જરૃરિયાત સામે ૩૭૦ જ હાજર છે.
ફાયર બ્રિગેડ પાસે ઓછામાં ઓછા ત્રણ આધુનિક ફાયર ટેન્ડર્સ અને એક રેસ્કયૂ વાન સહિત ૫૦ વાહનો હોવા જોઇએ.પરંતુ હાલમાં માત્ર ૨૭ વાહન જ ઉપયોગમાં છે અને તેમાંય ૩૦ ટકા વાહનો દસ વર્ષથી જૂના છે.જેથી શહેરના હિતમાં તાકિદે ભરતી થવી જોઇએ અને તમામ કમીઓ દૂર થવી જોઇએ.