Vadodara Corporation : વડોદરા વડોદરા શહેરના વોર્ડ નંબર 13 દાંડિયા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થતાં રહીશોને હાલાકી પડી રહી છે. લીકેજના કારણે લોકોને પાણી ઓછા પ્રેશરથી મળે છે.
વિસ્તારના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ દાંડિયા બજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર ઉમિયા ડેરી પાસે આ ભંગાણ થયું છે. આ વર્ષમાં અહીં સાતમી વખત લાઈનમાં લીકેજ થયું છે. લીકેજ રીપેરીંગ કામ બરાબર નહીં થવાથી તેમજ લીકેજ સીસાથી કરવાના બદલે દોરી વીંટાળીને કરવાથી પાણીની લાઈનમાં પ્રેશર વધતા સાંધા છુટા પડી જાય છે. આ અંગે કોર્પોરેશનમાં સંબંધિત અધિકારીઓને પણ કામગીરી ચોકસાઈ પૂર્વક કરવા રજૂઆત કરી હતી. લીકેજથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. બીજું કે લાઇનમાં ભંગાણ થતા લીકેજ રીપેરીંગની કામગીરી વારંવાર કરવી પડે છે આજે સવારે સ્થળ ઉપર ખોદકામ કરીને રીપેરીંગ ચાલુ કરવામાં આવ્યું છે.