Vadodara Fire : વડોદરામાં માણેજા વિસ્તારમાં આજે સવારે એક સીએનજી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલક મહિલાનો બચાવ થયો હતો.
આરવી પરમાર નામની મહિલા સવારે 10:30 વાગે મારુતિ વેગન-આર કાર લઈને માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કારના બોનેટ સાઈડ થી ધુમાડા નીકળતા મહિલા તરત જ કાર સાઇડ પર લઈને નીચે ઉતરી ગઈ હતી.
આ સાથે જ થોડી વારમાં આખી કાર ભડભડ આગમાં લપેટાઈ ગઈ હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે. આગ કાબુમાં લીધી હતી.