Updated: Jan 11th, 2024
– છૂટાછેડા થયા પછી પણ પત્ની પર શંકા કરી બીભત્સ અડપલા કરી હુમલો કરનાર પૂર્વ પતિ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતી 32 વર્ષની મહિલા એક મોલમાં નોકરી કરે છે તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેણીએ વર્ષ 2012માં મેં પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે મન દુઃખ થતા 2019 માં રાજી ખુશીથી છુટાછેડા લીધા છે. મારા બે બાળકો પતિ પાસે છે અને તેઓ સીરામીકની દુકાન ચલાવે છે.
ગત 7મી તારીખે હું નોકરી પર ગઈ હતી અને રાત્રે 9:30 વાગે નીકળતી હતી તે વખતે મારા પૂર્વ પતિએ પાસે આવીને કહ્યુ કે તારું કામ છે તું મારી સાથે ચાલ.. તેમ કહી મને તેની બાઈક પર બેસવાનું કહેતા હું બેસી ગઈ હતી. અમે લાલબાગ બ્રિજ નીચે આવેલા પતંજલિ સ્ટોરની ઉપર ફ્લેટ પાસે ગયા હતા અને મને કહેવા લાગ્યો હતો કે મારા મોબાઈલ પર અગાઉ કોઈ છોકરાનો ફોન કેમ આવ્યો હતો તે છોકરાને હમણાં જ બોલાવ તેમ કહી મારી સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો. તેણે મારો હાથ પકડી મારી સાથે બીભત્સ શારીરિક અડપલા કરી માર માર્યો હતો. દરમિયાન મારી બહેનનો ફોન આવતા તે મને મારા ઘર સુધી મૂકવા આવું છું તેમ કહી તે મને મારા ઘર નજીક ઉતારીને જતો રહ્યો હતો અને ધમકી આપી હતી કે તું તારા પરિવારને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ.