Updated: Dec 30th, 2023
વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેર નજીકના દેણા ગામે ક્રિકેટ રમતા રમતા છાણી ગામના યુવકની તબિયત બગડતા બેહોશ થઈ ગયો હતો. તેને સારવાર માટે લઈ જવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના લાતપુર ગામના વતની અને હાલ છાણી કેનાલ રોડ પર એલમ્બિક વેદામાં રહેતા 36 વર્ષના સમ્યક હનુમંતરાવ ગાયકવાડ 29 મી તારીખે રાત્રે 10 વાગ્યે પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્રો સાથે દેણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. તેઓ ક્રિકેટ રમતા હતા ત્યારે અચાનક તબિયત બગડી હતી અને જમીન પર સૂઈ ગયા હતા. તેમની સાથે ક્રિકેટ રમનારા તેમને બેહોશ હાલતમાં અમિત નગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ને છાણી પોલીસ સયાજી હોસ્પિટલમાં લાવી હતી.