Shri Lakshminarayan dev Bicentenary Festival : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ખાતે આજથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જુઓ આજથી શરૂ થયેલા દ્વિશતાબ્દી મહોત્સવની તસવીરો…
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ
દીપપ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મુકાયો
દ્વિશતાબ્દી મહોત્સવનું દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી તેમજ અન્ય સંતો અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.
દ્વિશતાબ્દી મહોત્સવનો વડતાલ ખાતે પ્રારંભ થયો
વડતાલ ધામમાં નીકળી ઐતિહાસિક પોથીયાત્રા
કળશ-પોથી સાથે 10 હજાર મહિલાઓ જોડાઈ
આજે 7 નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 5:30 કલાકે મહેળાવથી શોભાયાત્રા નીકળી હતી. જે સવારે 7:30 કલાકે વલેટવા ચોકડીએ આવી હતી. જ્યાંથી સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં માતૃશ્રી તથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5 હજાર પોથીવાળા બહેનો, 5 હજાર કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરૂષ હરિભક્તો જોડાયા હતા.
શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ જોડાયા
આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના મોટેરા સંતો-મહંતો તથા વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાથી પધારેલા સંતો જોડાયા હતા.
યાત્રામાં ઘોડા, બગી, ગજરાજ, લશ્કરની તોપ, મ્યુઝિક બેન્ડ
સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, અનેક શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ ઉપરાંત પોથીયાત્રામાં લશ્કરની તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભજન મંડળી, શણગારેલા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા
પૂજ્ય મહારાજ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આ યાત્રાના શુભારંભ સાથે શરૂ થયેલ થઈ રહેલી દ્વીશતાબ્દી મહોત્સવમાં સેવા કરવા દેશ-વિદેશથી પધારેલ હરિભક્તો ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોની કૃપા અનરાધાર, અવિરત અઢળક વરસતી રહે એવી હું શ્રીહરીને પ્રાર્થના કરું છું. આ પોથીયાત્રા વાજતે ગાજતે દબદબાભેર બપોરે સભામંડપ સ્થળે પધારી હતી. અને પૂજ્ય મહારાજઅને સંતોએ દીપ પ્રાગટ્ય કરી અને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
શોભાયાત્રામાં વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું
શોભાયાત્રામાં વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં કોઈ મહાદેવ, તો શિવગણ ના વેશમાં જોવા મળ્યા હતા.
શોભાયાત્રા પર ડ્રોનથી કરાયો ફુલોનો વરસાદ
શોભાયાત્રા દરમિન્ડ બેન્ડ ગ્રુપે આકર્ષણ જમાવ્યું
દેશ-વિદેશથી ઉમટ્યા હરિભક્તો
મહોત્સવ દરમિયાન બે કથા પારાયણનો લાભ મળશે
આ સમગ્ર મહોત્સવ દરમ્યાન સત્સંગીઓને બે કથા પારાયણનો રોજ લાભ મળશે. જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) શ્રીજી પ્રસાદી મહાત્મ્ય કથાનું રસપાન કરાવશે અને બપોરના સત્રમાં પૂ.નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવશે.
શ્રી હરિકૃષ્ણ મહારાજના આજના દર્શન
શ્રી વાસુદેવજી, શ્રી ધર્મદેવજી અને શ્રી ભક્તિમાતાના આજના દર્શન
શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણજી અને શ્રી રાધિકાજીના આજના દર્શન
શ્રી રણછોડજી, શ્રી નારાયણજી અને શ્રી લક્ષ્મીજીના આજના દર્શન