વલસાડના તિથલ BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉદ્ધાટણના બીજા દિવસે સ્વામિનારાયણ નગરની સ્કૂલના વિદ્યાર્થીઓના કલરવથી સ્વામિનારાયણ નગર ગુંજી ઉઠ્યું હતું. જેમાં વલસાડની 3 અલગ અલગ સ્કૂલના 1975થી વધારે વિદ્યાર્થીઓ સવારથી 9:00 થી બપોર 3:00 સુધી
.
સાંજે વલસાડના જિલ્લાના કલેકટર નૈમેશ દવે ઉદ્ઘાટન બાદ આજે બીજા દિવસે પોતાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. તેમણે પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા પાસે ઊભા રહી વંદન કાર્ય હતા. અને ચરણાવવિંદ પર પુષ્પો અર્પણ કર્યા હતા. તે સમયે BAPS વિદ્યામંદિરની મ્યુઝિકલ બેન્ડ અને પરેડે પણ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. ત્યાર બાદ BAPS બાળમંડળના બાળકો કલેકટરને અલગ અલગ શો જોવા માટે દોરી ગયા હતા. ત્યાં એમણે વ્યસન મુક્તિ પર આધારિત ચલો તોડ દઈએ, સંત પરમ હિતકારી અને બાળ નગર ની અંદર બાલિકાઓ દ્વારા રજુ થતો લાઈવ શો “સી ઓફ સુવર્ણા”નિહાળ્યો હતો. આ શો જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
વલસાડ જિલ્લા કલેક્ટરે સ્વામિનારાયણ નગરના પ્રવાસ દરમ્યાન સ્વામીનારાય નગરના 4000થી વધુ સેવાદરો દ્વારા તૈયાર કરવામાં આવેલા અદભુત નગર નિહાળીને જણાવ્યું હતું કે,,”ખુબ સુંદર આયોજન છે, મેં ત્રણ શો જોયા. સુવર્ણા શો બાળકોને ખુબ પ્રેરણા આપે છે. એક મહિનાના ખુબ ટૂંકા ગાળામાં અદ્ભુત નગર બનાવ્યું છે. બાળકોએ ખુબ સુંદર પરફોર્મન્સ કર્યું છે. નાની નાની બાળકીઓ એ દિલ સ્પર્શે તેવું પરફોર્મન્સ કર્યું છે. આ શો આજના બાળકો અને યુવાનોને પ્રેરણા, પ્રોત્સાહન અને જ્ઞાન આપે છે. કોઈપણ વસ્તુને મેળવવી હશે તો મેહનત કરવી પડશે. જીવનમાં સફળતારૂપી મોતી મેળવવો હશે તો ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડશે. વગેરે મૂલ્યો શીખવે છે. તેમ જણાવ્યું હતું. સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં લોકોને વ્યસન મુક્ત થતા જોઈ તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ સંતોના આશીર્વાદ લીધા હતા.