વલસાડ જિલ્લામાં વાપી GIDC સહિત 5 GIDC કાર્યરત છે. તેમાં અલગ અલગ રાજ્યોમાંથી નોકરી ધંધા વ્યવસાય માટે આવતા યુવકો મોટી સંખ્યામાં રહે છે. વલસાડ જિલ્લામાં ગુમ/અપગરણ થયેલા બાળકો અને લોકોને શોધી કાઢવા વલસાડ SP ડો.કરનરાજ વાઘેલાએ જુમ્બેશ ઉઠાવી હતી. વલસાડ જિલ્
.
વલસાડ SP ડૉ. ક૨નરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 16 વર્ષ દરમિયાન ગુમ તથા અપહરણ થયેલા સગીરવયના બાળકો/બાળકીઓ તેમજ વ્યકિતઓને શોધી કાઢવા ‘Mission Milaap’ ની ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. વલસાડ જિલ્લામાં આવેલ તમામ પોલીસ મથકની ડીસ્ટાફની ટીમને ‘Mission Milaap’ હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુમ/અપહરણના કેસમાં વલસાડ પોલીસની ટીમે પરિવારના સભ્યોને નિવેદન અને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ શોધી કાઢવા પ્રયાસો હાથ ધર્યો હતો. જે પ્રયાસના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લા અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહેતા અને ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસની ટીમે સ્થાનિક સરપંચો અને અલગ અલગ રાજ્યોની સ્થાનિક પોલીસની મદદ લઈને ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ શોધીકાઢવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી છે. વર્ષ 2008થી 2024 દરમ્યાન ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ પૈકી 568 ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓને શોધી કાઢી ‘Mission Milaap’ હેઠળ પરિવાર સાથે મિલન કરાવવામાં જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી હતી.
એક વર્ષમાં ‘Mission Milaap’ કાર્યક્રમ હેઠળ 568 લોકોને શોધીકાઢવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે. જેમાં 80 સગીર બાળકો અને 143 સગીરાઓ માલી કુલ 223 સગીર બાળક, બાળકીઓ અને 221 પુક્તવયની સ્ત્રી અને 124 પુક્તવયના પુરુષ મળી કુલ 345 પુક્ત વયના સ્ત્રી પુરુષને શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં વલસાડ પોલીસની ટીમને સફળતા મળી છે.