અમરેલી જિલ્લા કલેક્ટર અને રોડ સેફ્ટી કાઉન્સિલના ચેરમેન અજય દહિયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભ બેઠક યોજાઈ હતી. માર્ગ સલામતી જિલ્લા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં એક માસ દરમિયાન યોજાનાર અનેકવિધ કાર્યક્રમોન
.
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પઢિયારે જણાવ્યું હતું કે તા. ૦૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ યોજાશે જેનો ઉદ્ધાટન સમારોહ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાની પ્રેરક ઉપસ્થિતિમાં થશે. આ માસ દરમિયાન ધારી , લીલીયા તાલુકાની શાળઆઓમાં ચિત્ર અને વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા યોજાશે અને સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ ઉજવણી અંતર્ગત રાત્રિના સમયે વાહનોને જોઈ શકાય તેવા હેતુથી અમરેલી, સાવરકુંડલા, બાબરા એપીએમસી ખાતે રેડીયમ રીફ્લેક્ટર્સની સમજ આપી લગાડવામાં આવશે અને ૧૦૮ દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે. ડ્રાઇવરોના આરોગ્યની તકેદારી લેતા તેમના આંખ, કાન, ડાયાબિટીસ જેવી બિમારીના નિદાન માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાશે તેમજ તેમની સાથે માર્ગ સલામતી અંગે સંવાદ થશે.
આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, જી.એસ.આર.ટી.સી, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નગરપાલિકા, ઇમરજન્સી સેવા-૧૦૮, આપત્તિ વ્યવસ્થાપન શાખા, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા-બાબરામાં ડ્રાઇવરોની આરોગ્ય તપાસણી કરાશે
રાજુલા અને બાબરા તાલુકામાં ડ્રાઇવર્સની આરોગ્યની તપાસણી જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે અને ૧૦૮નું લાઇવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવશે. જી.એસ.આર.ટી.સી.ના તમામ ડ્રાઇવર્સ માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવશે. શાળાના બાળકોને સાથે રાખી રેલી સહિતના જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે.