અંજારના વરસામેડી સીમમાં આવેલી બાગેશ્રી ટાઉનશિપનું મકાન જે મકાન ઉપર રાજકોટની બેંકમાંથી 11.56 લાખની લોન લીધેલી હતી તે ન ભરાઇ હોવાનું છુપાવી 10.80 લાખમાં વેંચનાર સામે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મકાન લેનારે અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.
.
વરસામેડડીની બાગેશ્રી ટાઉનશીપ – 1 માં મકાન નંબર 195 માં રહેતા પ્રીતીબેન વિનિતભાઇ અરોરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી અઢી વર્ષ પહેલાં અમારે બીજા મકાનની જરૂર હોઇ નવા મકાનની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન તેમનો સંપર્ક અંજલીકૌર વીરેન્દ્રસિંઘ લબાના સાથે થયો હતો. તેમને પોતાનું બાગેશ્રી ટાઉનશીપ-1 નું મકાન નંબર-113 વેંચવાનું હોઇમકાન જોયા બાદ રૂ.10,80,000 માં મકાનનો સોદો નક્કી કર્યો હતો. પ્રથમ તા.17 માર્ચ 2022 માં રૂ.50 હજાર રોકડા, રૂ.30 હજારનો ગાંધીધામ મર્કેન્ટાઇલ બેંકનો ચેક તા.2 મે 2022 રૂ. 2 લાખ ચેકથી આપી કુલ રૂ.2.80 લાખ ચૂકવ્યા હતા. બાકી રહેતી રકમ રૂ.8 લાખની ગાંધીધામ સેન્ટ્રલ બેંકની લોન કરાવી ચૂકવી આપ્યા બાદ તા.5 ઓગષ્ટ 2022ના
…અનુસંધાન પાના નં. 6