આણંદ જિલ્લાની વાસદ ગામની વર્ષો જુના શૈક્ષણિક ટ્રસ્ટ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ સ્ટ-નેસ્ટની ગર્વનિંગ બોડીની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 36 ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જામી હતી. જેનું પરિણામ જાહેર થતાં સાંસદ પ્રેરિત સુશાસન પેનલનો ભવ્ય વિજય થયો છે.
.
દાળ પ્રોટીન ઉદ્યોગમા અગ્રેસર વડોદરા જિલ્લાના પ્રવેશદ્વાર સમા વાસદ સ્થિત અગ્રણી અને સૌથી મોટા એજયુકેશન ટ્રસ્ટ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ- નેસ્ટની ગવર્નિંગ બોડીની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદારોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. જેમા શૈક્ષણિક ટ્રસ્ટના આગામી સમયના વિકાસ માટે સાંસદ મિતેશ પટેલ પ્રેરિત સુશાસન પેનલે, પ્રગતિ પેનલ સામે 17 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. બે પેનલોના 34 અને અન્ય અપક્ષ 2 એમ મળીને કુલ 36 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેના જાહેર થયેલા પરિણામોમાં સુશાસન પેનલના 17 પૈકી 14 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જયારે પ્રગતિ પેનલના માત્ર 3 જ ઉમેદવારો વિજેતા નીવડ્યા છે.