નરોડા સ્થિત SGT એકેડમીમાં ગતરોજ તા. 2 ફેબ્રુઆરી 2025એ વસંત પંચમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાની દેવી માં સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓએ વિશેષ પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે માં સરસ્વતીના ફોટાને પીળા રંગના પુષ્પો અને
.
વિદ્યા, વિનય અને વિવેકના પ્રતીક સમાન માં સરસ્વતીની આરાધના માટે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંપરા અનુસાર આ દિવસે પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. ભારતના તમામ રાજ્યોમાં વસંત પંચમીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. SGT એકેડમીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માં સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા.