ચોમાસા દરમિયાન સરીસૃપ જીવો બહાર આવી જતા હોય છે. ચોમાસામાં આ પ્રકારના જીવો સતત દેખાવાના શરૂ થાય છે. ઘણી વખત સર્પદંશના પણ કિસ્સાઓ ચોમાસા દરમિયાન સાંભળવા મળતા હોય છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી પંચરની દુકાનમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જ
.
પંચરની દુકાન સાપ
ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા સોસાયટી પાસે આવેલી પંચરની દુકાન સાપ ભરાયો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનની અંદર સાપ દેખાતાની સાથે જ ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક અસરથી લોકોએ પ્રયાસ સંસ્થાનો સંપર્ક કરીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. સંસ્થાના વોલન્ટીયર્સ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.
સાપને કાઢવામાં મુશ્કેલી થઈ
પ્રયાસ સંસ્થાના વોલન્ટીયર્સને સાપ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પંચરની દુકાનની અંદર છાપવાની ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુકાનમાં બધી ચીજ વસ્તુઓ પડી હોવાથી સાપને કાઢવામાં થોડી મુશ્કેલી થઈ હતી. દોઢ કલાકની જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરી લીધો હતો. સાપ ઝેરી કોબ્રા હોવાનું સામે આવ્યું હતું. આપનો રેસીઓ કરી લેવાતા લોકોએ રાતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.