સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવા હથિયારોથી થયેલા હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાય
.
ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
મુખ્યત્વે મીઠું પકવતા અગરિયા સમુદાય અને મીઠાના કામદારોનું વસવાટ ધરાવતા આ વિસ્તારમાં મજૂર સમુદાયમાં અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખારાઘોડા ગામની મુમતાજબેન જિલાનીભાઇ સૈયદે પાંચ વ્યક્તિઓ – જુબેરભાઈ બાબુખાન, અલ્તાફભાઈ બાબુખાન, સમીરખાન તહેરૂમખાન, રૂકસાનાબેન બાબુખાન અને અમદાવાદના આમિરખાન ઉર્ફે ટીપું પઠાણ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં તંગદિલી ફેલાવી છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.