2025નું વર્ષ શહેરના સારાવાનાનું વર્ષ હોય તેવા પ્રકલ્પો શહેરીજનો માટે આયોજનમાં લેવાયા છે. શહેરના આરોગ્ય, ધન અને સંપદાને હાની પહોંચાડતી સૌથી મોટી વિપદા શહેરની ધરોહર વિશ્વામિત્રીમાં આવતા પૂરની છે. જો કે હવે સરકાર અને પાલિકાએ તેને ખાળવા માટેના આયોજનો આદર્યા છે. જ્યારે શહેરના વિકાસ માટે જરૂરી એવા આરોગ્ય, વાહન વ્યવહાર, પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, કાયદો, સુરક્ષા, વ્યવસ્થા, ફાયર બ્રિગેડ, સામાજિક આયામો સહિતના ક્ષેત્રે 2025ના વર્ષમાં ઉત્કૃષ્ટ અને બહુઆયામી પ્રોજેક્ટ આકાર પામશે. એકંદરે નવું વર્ષ શહેરીજનોના સુખમાં વધારો કરે તેવી આશા બંધાય તેવા કેટલાંક પ્રોજેક્ટ. }ફાયર સુવિધા
બદામડી બાગના મુખ્ય મથકેથી હવે ફાયરની સાયરનો ગુંજશે 2025ના જાન્યુઆરીમાં જ વર્ષોથી મુખ્ય સ્ટેશન વિનાના રહેલા ફાયર વિભાગને બદામડી બાગ ખાતે ખસેડાશે. પાલિકાએ અલાયદું અને અદ્યતન બિલ્ડીંગ બનાવ્યું છે. જર્જરિત મુખ્ય મથકના ડિમોલીશ બાદ કાયમી જગ્યા મળશે. }SSGમાં નવા OPD-કાર્ડિઆક
અદ્યતન નવા બિલ્ડિંગમાં લોકોની સારવાર કરાશે સયાજી હોસ્પિટલના પરિસરમાં હાલમાં ઓપીડી અને કાર્ડીઆક વિભાગ માટે નવી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે આ વર્ષના અંતમાં બનીને તૈયાર થઈ જશે. આ બિલ્ડીંગ 125 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. બિલ્ડીંગમાં દરેક રોગની ઓપીડી સાથે કાર્ડીઆક માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. ઓપીડી વિભાગમાં વિવિધ રોગોની સારવાર માટે રાજ્યભરના લોકો ઉપરાંત રાજ્ય બહારના લોકો પણ આવતા હોય છે ત્યારે નવા બિલ્ડીંગમાં વધુ લોકોની સારવાર થઇ શકશે, સયાજીની ક્ષમતા વધશે. રૂકમણી ચૈનાની, બાળ રોગ વિભાગને આ નવું બિલ્ડિંગ મળશે રૂકમણી ચૈનાની અને બાળ રોગનો વોર્ડ સયાજી હોસ્પિટલના પરીસરમાં જ છે. મધ્ય ગુજરાત અને રાજ્ય બહારની પ્રસુતાઓ સયાજી હોસ્પિટલમાં આવતી હોય છે. ત્યારે આ બન્ને વોર્ડને કિર્તી મંદિરની પાછળ બની રહેલા બિલ્ડીંગમાં ખસેડાશે. બન્ને વોર્ડ 175 કરોડના ખર્ચે બનશે. 2025માં તૈયાર થશે. }ઇન્ટરનેશનલ ફ્લાઇટ
180 મુસાફરો સાથે દુબઇની પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે છેલ્લા કેટલાંય સમયથી હિલચાલ થઇ રહી છે. એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ઓફીસ પણ ફાળવી દેવાઇ છે. આગામી માર્ચ મહિનાથી વડોદરા ખાતેથી દુબઇની ફ્લાઇટ કાર્યરત કરાશે. પ્રથમ વખત વડોદરા એરપોર્ટ પરથી આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કાર્યરત કરી દેવામાં આવશે. જેની ક્ષમતા 180 મુસાફરોની હશે. લોકોના દુઃખનો અંત આવશે િવશ્વામિત્રી ઉંડી-સાફ થશે, કાંસ પહોળી કરાશે આજે ટેન્ડર ખુલશે શહેરમાં વિનાશક પૂર બાદ સરકારે નિયંત્રણ માટે ~1200 કરોડની જાહેરાત કરી હતી. જેની સામે સરકાર નિયુક્ત પૂર નિયંત્રણ માટેની કમિટીએ ~3000 કરોડના ખર્ચનો અંદાજ આપ્યો છે. પાલિકા ઉત્તરાયણ બાદ પ્રોજેક્ટના શ્રીગણેશ કરશે. નદી અને કુદરતી કાંસોને પહોળી કરવા સાથે તેની સફાઈ થશે. ટેન્ડર બહાર પડી ચૂક્યા છે, ~85 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. }પાણીની સમસ્યાનો અંત
લાલબાગમાં ટાંકી, સંગમમાં બુસ્ટર, શેરખીમાં STP લાલબાગ, જાંબુડીયાપુરા ટાંકીનું નિર્માણ થશે. સંગમ, સોમાતળાવમાં બુસ્ટર બનશે. 150 કરોડના ખર્ચે રાયકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ થશે. શેરખીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ~180 કરોડમાં બનશે. ભાયલી, સેવાસી, બિલ, ઉંડેરાના ડ્રેનેજના પાણીને ટ્રીટ કરાશે. ગાજરાવાડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 130 એમએલડીનો કરાશે. }સ્વિમિંગપુલ
માંજલપુર, હરણી, અકોટા સહિત 4 સ્થળે નિર્માણ લાલબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી, અને કારેલીબાગ સ્વિમિંગ પૂલને મેન્ટેનન્સના કારણે બંધ રખાય છે. 2025માં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 4 સ્વિમિંગ પૂલનું આયોજન છે. ~25થી 30 કરોડમાં 4 સ્થળે સ્વિમિંગ પૂલ બનાવશે. જેમાં માંજલપુર, અકોટા, હરણી સહિતના વિસ્તારો આઈડેન્ટીફાય કરાયા છે. }સ્વાસ્થ્યનો રસ્તો
સમાથી છાણી કેનાલ તરફ સાઇકલ ટ્રેક બનશે 4 ઝોનમાં 4 સાયકલ ટ્રેક બનાવવાના આયોજન અંતર્ગત પાલિકા 2025માં સમા કેનાલથી છાણી કેનાલ રીંગરોડની બાજુમાં સાયકલ ટ્રેક બનાવશે. સાથે જોગિંગ ટ્રેક માટે રૂ.10 કરોડનો ખર્ચ અંકાયો છે. 3 કરોડ સીએસઆર હેઠળ મળશે. શહેરના લોકોના સ્વાસ્થ્ય માટે આ આયોજન હાથ ધરાયું છે. }બુલેટ ગતિએ સફર
ત્રીજા માળે 60 ફૂટ ઉંચાઇએ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થશે 60 ફૂટ ઉંચે સ્ટેશન બનશે, ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય ટ્રેનો પસાર થશે, તેની ઉપર બુકીંગ અને એન્ટરટેઇન્મેન્ટ એરિયા જ્યારે તેની ઉપરના માળે વેઇટિંગ એરિયા અને બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે, જ્યાંથી યાત્રીઓ ટ્રેનમાં બેસી શકશે. 2025માં બુલેટ ટ્રેનના આ બહુઆયામી સ્ટેશનનું સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. 2 કરોડના ખર્ચે ગાર્ડન કેફેટેરિયા સહિતનું પુસ્તકાલય શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલથી દિપ ચેમ્બર્સ તરફના રોડ પર મસીયા કાંસ પાસે પાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ થશે. 150થી વધુ લોકો બેસી શકશે. સંકુલમાં બગીચા સાથે રિફ્રેશમેન્ટ માટે ચા-કોફીનું કાઉન્ટર પણ રાખવામાં આવનાર છે. }સુરક્ષા વધશે
કુંભારવાડા,સમા, કપૂરાઈ, અટલાદરા, માંજલપુર પોલીસ
સ્ટેશનોને પોતાની ઇમારત મળશે હાલમાં હંગામી જગ્યાઓ અને કન્ટેનરમાં ચાલી રહેલા શહેરના માંજલપુર, સમા, અટલાદરા, કપૂરાઇ અને કુંભારવાડા પોલીસ મથકો પાસે પોતાનું બિલ્ડીંગ નથી. આ તમામ પોલીસ મથકોને તેમનું કાયમી સરનામું એટલે કે, કાયમી પોલીસ મથકનું બિલ્ડીંગ આપવામાં આવશે. હાલ આરોપીઓને રાખવા માટે આ મથકોમાં લોકઅપ પણ નથી. }સ્વર્ગાશ્રમ ઃ મહીસાગર કિનારે 160 વૃદ્ધો માટે આશ્રમ બનાવશે આનંદ આશ્રમ દ્વારા મહિસાગર નદીના કિનારે આવેલા બામણગામ ખાતે 11 વીઘામાં ~20 કરોડના ખર્ચે સ્વર્ગાશ્રમનું નિર્માણ કરાશે. ડિસેમ્બર 2025 સુધીમાં કાર્ય પૂર્ણ થશે. સ્વર્ગાશ્રમમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધો માટે યોગ, વૃક્ષારોપણ સહિત પ્રવૃત્તિઓ થશે. પ્રથમ તબક્કામાં 160 વડિલો રહેશે. 2025માં કુંઢેલામાં કાર્યરત થશે, 100 એકર ગ્રીન ઝોન હશે વડોદરા નજીક ડભોઇ પાસેના કુંઢેલા ખાતે 100 એકરમાં રાજયની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી તૈયાર થઇ ચૂકી છે. એકડમીક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એકાદ મહિનામાં જ એડમીનીસ્ટ્રીવ વીંગ તૈયાર થઇ જશે. યુનિ.માં સ્કૂલ ઓફ નેશનલ સિકયુરિટી, કેન્સર બાયોલોજી, ગ્રીન કેમિસ્ટ્રી, નેનો બેકટેરિયલ્સ, પ્રોટીન ડીએનએ ઇન્ટરેકશન જેવા અભ્યાસક્રમો ભણાવાશે. રૂ.743 કરોડના ખર્ચે ગ્રીન ઝોન કેમ્પસ બનાવાશે. }નવા નોટરી, નવા વકીલો ઃ 500 એડવોકેટને કાયમી સનદ એનાયત કરાશે, પ્રેક્ટિસ કરી રહેલા શહેરના 30 ધારાશાસ્ત્રીઓની નોટરી તરીકે નિમણૂક થશે કાયદાનો અભ્યાસ પુરો કરનારા શહેરના 500 વકિલોને 2025ના વર્ષમાં કાયમી સનદ એનાયત કરવામાં આવનાર છે. જ્યારે 30 જેટલાં પ્રેક્ટિસ કરી રહેલા વકિલોની નોટરી તરિકે નિમણૂંક કરવામાં આવનાર છે. શહેરમાં પ્રેક્ટિસ કરી શકે તેવા વકિલોની સંખ્યામાં વધારો થવાથી ફરિયાદીઓને બહોળા વિકલ્પ મળી રહેશે.
Source link