અમદાવાદ,રવિવાર
નરોડા વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેકટરના મકાનમાંથી રોકડા રૃા. ૧.૫૦ લાખ અને દાગીના સહિત કુલ રૃા. ૧.૬૦ લાખની મતાની ચોરી થઇ હતી. પોલીસ તપાસમાં પીએસઆઇની બદલી વડોદરા થઇ હોવાથી પરિવારજનો વડોદરા ગયા હતા. દરમિયાન ઘરમાં ચોરી થઇ હતી. નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છાજલીના કબાટમાંથી રોકડા ૧.૫૦ લાખ તિજોરીમાંથી દાગીની ચોરી, ઘરકામ કરવા આવતી મહિલા ઉપર આશંકા
નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે તાજેતરમાં તેમની બદલી વડોદરા ખાતે થઇ હતી. જેથી તા. ૪-૧૨-૨૪ના રોજ પરિજનો વડોદરા ગયા અને ત્યાં રોકાયા હતા.
બીજા દિવસે ઘરે આવ્યા અને જોયુ તો રસોડાની છાજલીમાં બનાવેલા કબાટમાં ડબ્બામાંથી રોકડા રૃા. ૧.૫૦ લાક અને તિજોરીમાંથી દાગીના મળી કુલ રૃા. ૧.૬૦ લાખની મતાની ચોરી થઇ હતી. જો કે તેમના ઘરે કામ કરવા આવતી મહિલા અવાર નવાર તેઓ હાજર ન હોય ત્યારે કામ કરીને ચાવી મુકીને જતા હતા જો કે તેમને પૂછતાં તેઓ ચોરી વિશે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.