પાટણ શહેરમાં દિવાળી ના તહેવાર માં ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ લાવવા અને ટ્રોઈગવાન શરૂ કરવા પાટણ નગર પાલિકા પ્રમુખ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે.
.
પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ ને રજૂઆત કરવામાં આવી છે કે આગામી દિવાળીના તહેવારો આવતા હોઈ પાટણ શહેરમાં બગવાડા દરવાજા થી રંગીલા હનુમાન સુધી ખુબ જ પ્રમાણમાં ટ્રાફીકની સમસ્યા થાય છે. અને હાલમાં ટ્રાફીક પોલીસ ધ્વારા કોઈ જ ટ્રાફીક પોલીસના જવાનો માર્ગ ઉપર ટ્રાફીક નિયંત્રણ કરતાં જણાતા નથી. જેના કારણે ટ્રાફીક જામ થાય છે.
પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ રીતે ફોર વ્હિલર વાહન પાર્ક કરી દેવામાં આવે છે. જો આવા અનધિકૃત પાર્કિંગ કરનારા ઈસમોની વાહનો ટ્રોઈંગ વાન ફરતી હોય પોલીસ ખાતા ધ્વારા તો તેને જપ્ત કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાથી લોકોમાં આડેધડ પાર્કિંગ ન કરવા અંગે જાગૃતી આવે અને નિયમ બધ શીસ્તપુર્વક ટ્રાફીકના નિયમોનું પાલન શહેરીજનો કરી શકે તે હેતુથી પાટણ પાલિકા પ્રમુખ હિરલ બેન પરમારે રજુઆત કરી છે. પાલિકા પ્રમુખ હિરલ બેન પરમારએ તાત્કાલીક અસરથી મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીકના જવાનો નિયુકત કરવા અને ટ્રોઈગવાન ચાલુ કરવા જરૂર જણાતી હોઈ અમલવારી કરવા વિનંતી કરી છે.