નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાલાયક પાણી રાહત દરે મળી રહે તેવા હેતુથી શહેરના 5 જાહેર સ્થળોએ વોટર ATM ગત 2022માં મૂક્યા હતા.વોટર એટીએમ ધારાસભ્ય સહિત નગરસેવકોની હાજરીમાં મૂકી તો દેવાયા પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે ન થતાં તે હાલમાં
.
વોટર ATM 2 મહિના પણ વ્યવસ્થિત ચાલ્યા નથી આ વોટર એટીએમ બનાવી તો દેવાય પરંતુ તેનું યોગ્ય મેન્ટેનન્સ નો અભાવ સામે આવ્યો હતો જેથી માત્ર બે મહિનાના અંતરાલમાં જ ATM એક બાદ એક બંધ થવા લાગ્યા હતા.બીજી તરફ શહેરીજનો પૈસા ખર્ચીને પીવાલાયક પાણી ખરીદીને પીવે છે.શહેરીજનો વેરો ભર્યા બાદ પણ પીવાનું સ્વચ્છ પાણી નળ વાટે મેળવી શકતા નથી. તેઓ ખાનગી સંસ્થાઓ પાસેથી 20 રૂપિયા ના દરે પાણીની બોટલોનું પીવે છે જેથી પાલિકાએ શહેરીજનોને એક રૂપિયાના દરે 10 લીટર પાણી ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી 25 લાખની યોજના હેઠળ આશરે 5 લાખથી વધુની કિંમતના 5 જેટલા મશીનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં મૂક્યા હતા જેમાં વિઠ્ઠલ મંદિર, અજગર વાળા બાગ, લીમડા ચોક,દશેરા ટેકરી અને કબીલપોર વિસ્તારમાં આ મશીનો પ્રાયોગિક ધોરણે મૂક્યા હતા. પરંતુ થોડો સમય કાર્યરત રહ્યા બાદ આ મશીનો ખોટકાવા સાથે ધૂળ ખાઈ રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારમાંથી આ મશીનો ઉઠાવી લેવામાં આવ્યા છે પરંતુ વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં આ મશીન હજી પણ જગ્યા રોકીને ધૂળ ખાઈ રહ્યું છે.
શરૂઆતથી જ પ્રોજેક્ટમાં મુશ્કેલી હતી. વોટર ATM કેમ ખોટકાયા તેનું કારણ જાણવા જતાં માહિતી મળી કે ATM ઉપર એક ટેન્ક મુકવામાં આવ્યો છે જેમાં નગરપાલિકાના દ્વારા નિશ્ચિત સમય માંટે પાણી ઉપલબ્ધ થાય છે અને તે ટેન્ક ભરાયાં બાદ પાણી ફિલ્ટર થઈને શહેરીજનોને મળે છે પરંતુ એટીએમ માં ઉપર મૂકવામાં આવેલું ટેન્ક સંપૂર્ણ ભરાતું નથી જેને કારણે સમયાંતરે તે ખોટકાયું છે. રૂપિયાનો સિક્કો નાખ્યા બાદ પણ તેમાંથી પાણી ન નીકળતા લગભગ શહેરના તમામ બિન ઉપયોગી બન્યા છે.
80 ટકા નવસારી વેચાતું પાણી પીવે છે નવસારીમાં ઠેર ઠેર ફિલ્ટર પાણી વેચાણની હાટડીઓ ખુલી ગઈ છે જે 20 રૂપિયામાં પાણીનું વેચાણ કરે છે આવા પાણીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નાર્થ છે ભૂતકાળમાં કલેકટર દ્વારા ગેરકાયદેસર ખુલેલા પાણી વેચાણના દુકાનો ઉપર લાલા કરી તમામને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ બીજી બાજુ આવી દુકાનો બંધ થતા લોકો સ્વચ્છ પાણીની શોધમાં રસ્તા ઉપર આવી ગયા હતા કારણ કે નગરપાલિકા મહાનગરપાલિકા બની હોવા છતાં સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે જેને કારણે લોકો વેચાતું પાણી પીવા ટેવાઈ ગયા છે જેથી સમજૂતીથી પાછલા બારણે વેચાતા પાણીનો ધંધો શરૂ કરવાની મંજૂરી મળી હતી.

પાલિકાના પૂર્વ વિપક્ષી સભ્ય પિયુષ ધિમ્મર જણાવે છે કે નવસારી મહાનગરપાલિકા હેઠળ આવતા બે તળાવ દેસાઈ અને દુધિયા તળાવ માંથી શહેરના પાણીની જરૂરિયાત પૂર્ણ થાય છે પરંતુ તે પાણી પીવા માટે ઉપયોગ કરી શકાતું નથી માત્ર ઘર વપરાશમાં વપરાય છે જેથી પાલિકાએ 2022 માં 25 લાખના ખર્ચે પાંચ અલગ અલગ સ્થળોએ વોટર એટીએમ મૂક્યા હતા પરંતુ યોગ્ય મેન્ટેનન્સ ન થતું હોવાથી આ વોટર એટીએમ ધુળ ખાઈ રહ્યા છે લોકો અહીં એક રૂપિયો નાખીને પહેલા પાણી મળતું હતું તેવું પણ ભૂલી ગયા છે, વેપારીઓ દોરી બાંધીને વિઠ્ઠલ મંદિર પાસેના વોટર એટીએમ પર બરમુડા વેચી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, એક તરફ જ્યારે નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે,ત્યારે લોકોના મહેનત અને ટેક્સના પૈસા પાલિકાએ આવી રીતે વેડફાટ કરતા શહેરમાં ચર્ચા થઈ રહી છે પૈસા નો વ્યય કઈ રીતે કરવું એ સમગ્ર ગુજરાતે નવસારી પાલિકા પાસેથી શીખવું જોઈએ.
નવસારી મહાનગરપાલિકાના અધિકારી રાજેશ ગાંધી જણાવે છે કે નવસારી નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા વોટર એટીએમ ને ફરીવાર રીપેરીંગ કરી મૂળ જગ્યાએ મૂકવામાં આવશે શહેરીજનોને સસ્તા ભાવે પીવાનું ઉપચ્છ પાણી મળી રહે તે માટેની યોજના પરિવાર શરૂ થાય તે માટેના પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે