નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ચાપટ ગામમાં આઝાદીના આટલા વર્ષો થયા છતાં રોજિંદા કામ કાજ માટે ચાલતા જવાની ફરજ પડે છે. આજ રીતે હાલ ઉનાળાની સિઝનમાં પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને 21મી સદીમાં પણ પાણી માટે 9 કિલોમીટર ચાલીને નદીએ પાણી ભ
.
નર્મદાનું પાણી કચ્છ સુધી પહોચ્યું, પરંતુ નર્મદાથી ફકત 15 કિમી દૂર ન પહોંચ્યું ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણી કચ્છ સુધી પહોંચી ગયાં છે. પણ ડેમની આસપાસ આવેલાં ગામડાઓમાં હજી પણ પાણીની તંગી જોવા મળે છે. ડેમથી 15 કિમી દૂર આવેલાં ચાપટ ગામના પેટા ફળિયાના 250થી વધારે લોકોને પીવાના તથા રોજીંદા વપરાશના પાણી માટે રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે. આ ફળિયું વિકાસથી જોજનો દૂર હોવાથી અહીં માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ફળિયામાં જવાનો પાકો રસ્તો જ નથી. ત્યાં પાણી માટેની પાઇપલાઇનની કલ્પના મુશ્કેલ છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાણીની જરૂરિયાત વધી છે.

લગ્ન કરીને નવી કન્યા આવવા તૈયાર નથી ગામની વ્યથા એમ છે કે કોઈ લગ્ન માટે અહીંયા છોકરી આપતા નથી. આજ બાબતે ગામના શકુબેન મહેન્દ્રભાઈ વસાવા જણાવ્યું કે અમે ચાપટ ફળિયા ના પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માથે બેડા લઇને ફળિયાથી નર્મદા નદી સુધી જાય છે. આ એક ફેરો તેમને 3 કિમીનો પડે છે. દિવસના 3 ફેરા મારવા પડતાં હોવાથી તેમને રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે. અમે જો મોડા આવીએ તો ઘરના અમને લડે છે. બાળકો શાળા જવામાં પણ મોડું થાય છે. વધુમા પાણીની સુવિધા ના હોવાના કારણે અહીંયા કોઈ લગ્ન કરીને નવી કન્યા આવતી નથી.

આ ફળીયામાં કાચો રસ્તો પણ નથી તેમજ આરોગ્ય માટે પણ કોઈ સ્ટાફ પોહચી શક્તો નથી અને તેમજ થોડોક સમય પહેલા એટલે કે ચાર થી પાંચ મહિના પહેલા આ ફળીયામાં એક ગર્ભવતી મહિલા ને અચાનક પીડા થતાં જ આ ફળીયા તમામ લોકો બધા મળીને પાયલબેન નરેશભાઈની ધર્મ પત્નીને આરોગ્ય હોસ્પિટલ સુધી પહોંચવા માટે જોળીમા રાખીને આરોગ્ય હોસ્પિટલ સુધી લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ આ ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
‘અહીંયા કોઈ રોડ નથી, બોટ મારફતે જ આવી શકાય છે’ આ બાબતે વધરાલી ગ્રામપંચાયતના સરપંચ તડવી પંકજભાઈ જણાવ્યું કે આ ફળિયા 1992 મા જેતે સમયે વિસ્થાપિત થયેલા છે, અહીંયા કોઈ રોડ નથી,અહીંયા બોટ મારફતે અવાય એમ છે. આ ગામમાં હાલ 250 ઘર છે, આ લોકો પાસે કોઈ આકરણી, કે કોઈ બીજા પંચાયતના પુરાવા નથી. આ જે રહે છે એ ખોટી રીતે રહે છે.