રાજ્ય અને અમદાવાદની ઓળખ ધરાવતા એવા સાબરમતી રિવરફ્રન્ટ પર કરોડો રૂપિયાની જમીનના ડેવલોપમેન્ટ રાઇટ્સ વેચીને કમાણી કરવાનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, રિવરફ્રન્ટ પર આવેલા 7 જેટલા પ્લોટમાંથી એક જ પ્લોટ
.
2542 કરોડથી પણ વધુ રકમની લોન આપવામાં આવી છે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2542 કરોડથી પણ વધુ રકમની લોન આપવામાં આવેલ છે. રિવરફ્રન્ટ પર આવેલા 7 પ્લોટના વેચાણ માટે અણઘડ વેચાણ પોલિસી બનાવવા જેવા નિર્ણયો લેવાયા જેમાં જમીનોનું વેલ્યુએશન કરાવ્યું. ત્યારબાદ કમિટી દ્વારા જમીનના ડેવલોપમેન્ટ રાઇટ્સ 99 વર્ષ માટે આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ પણ પ્લોટ માટે આઇ.ટી. કંપનીઓ કોર્મશિયલ કોમ્પલેક્ષ કે બિઝનેસ હબ બનાવવા તથા બિઝનેસ કરતી દેશ-વિદેશની કોઇપણ કંપનીઓ દ્વારા હજુ સુધી કોઇ સકારાત્મક પ્રતિભાવ આવ્યો નથી.
રિવરફ્રન્ટ પ્રોજેકટ કોર્પોરેશન માટે સફેદ હાથી સમાન બની ગયો હાલમાં વલ્લભ સદન નજીક 27943 ચો.મી.માંથી 400 ચો.મી.નો ડેવલોપમેન્ટ રાઇટ્સ માટે વેચાણ આપવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો ઊભી કરવામાં આવશે એવા દાવા કરવામાં આવ્યા છે પરંતુ, રીવરફ્રન્ટની જમીનો પર અવનવા એન્ટરટેઇનમેન્ટ માટેના વિવિધ પ્રોજેકટો જેવા કે, ઝીપ લાઇન, બોટીંગ, ક્રુઝ, કાયા કીગ જે તમામ પ્રોજેકટ મોટે ભાગે નિષ્ફળ પુરવાર થયાં છે. પ્રોજેકટની જમીન વેચાણ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા મંદ ગતિથી તેમજ અણધડ અને નિષ્ફળ પોલિસી બનાવવાને કારણે રિવરફ્રન્ટ પ્રોજેકટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સફેદ હાથી સમાન બની ગયો છે.