ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિ
.
21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે, જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જોકે, જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે શિયાળો લાંબો ચાલશે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠાના એંધાણ સર્જાઈ રહ્યા છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવનાઓ છે.
દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ વરસશે ઠંડીના ચમકારા બાદ હવે 21 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. એકદમ હવામાન બદલાઈ ગયું હોય એવો અનુભવ ગુજરાતીવાસીઓ કરશે એક તરફ ગરમી તો રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે. આગાહી અનુસાર આગામી 22 અને 23 જાન્યુઆરીના રોજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે જેને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. એટલે કે 22 અને 23 જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો આવવાની શક્યતા ને પગલે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. બીજી તરફ 24 અને 25 જાન્યુઆરીના રોજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ વરસશે.
છુટાછવાયા હળવા વરસાદી છાંટા વરસી શકે દક્ષિણ ભારતમાં વરસાદ સાથે તે વાદળો ઉત્તર તરફ આગળ વધતા પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત અને આસપાસના રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. આગામી 24 અને 25 જાન્યુઆરી દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ અનુભવાય શકે છે. આગામી 27 થી 30 જાન્યુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છુટાછવાયા હળવા વરસાદી છાંટા વરસી શકે છે એટલે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગુજરાતના દક્ષિણ પૂર્વ તથા ઉત્તરના ભાગમાં આવેલા જિલ્લાઓમાં હળવા વરસાદી છાંટા વરસી શકે છે.
7થી 9 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં વાદળવાયુ આવી શકે તદુપરાંત આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યનું વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે 27 જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહ સુધી સતત ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવતો રહેશે. ક્યારેક વાદળછાયુ વાતાવરણ તો ક્યારેક ગરમી અને ક્યારેક અત્યંત ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ વાતાવરણમાં હલચલ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જવાની શક્યતાઓ છે ત્યારબાદ 7થી 9 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં વાદળવાયુ આવી શકે છે.