11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા મોડી સાંજેથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા ભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. DJના તાલે યુવાનો અવનવી થીમ સાથે ઉજવણી કરતા યુવાનો નવા વર્ષને આવકારવા આતૂર બન્યા હતા
2024ને વધાવા યુવાનોમાં ભારે ઉત્સાહ
અમદાવાદના રિંગરોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં યુવાનો હિલોળે ચડ્યા હતા. 2024ના વર્ષને વધાવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બોપલ અને સાઉથ બોપલ સહિતના અનેક પાર્ટી પ્લોટમાં રેડિયો જોકી યુવાનોને મજા કરાવી રહ્યા હતા. ત્યારે નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકો ડીજે પર ઝૂમતા જોવા મળ્યા. શહેરના ગ્રીન પેલેસ પાર્ટી પ્લોટ, મેરીમેન્ટ પાર્ટી પ્લોટ, કર્ણાવતી ક્લબ સહિતના વિવિધ પાર્ટી પ્લોટમાં યુવાધન બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ગોતી લો ગોતી લો સોંગ પર સુરતીઓ ઝૂમ્યા
ન્યૂ યરની ઉજવણીમાં સુરતીઓ પણ પાછા પડે તેમ નથી. સુરતના જુદા જુદા પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની ઉજવણીમાં યુવાધન હિલોળે ચડ્યું હતું. વેસુ રીબાઉન્સ પાર્ટી પ્લોટ ખાતે યુવાનો ગોતી લો ગોતી લો સોંગ પર ઝૂમતા જોવા મળ્યા હતા. તો પાલ ખાતે ગુજરાતી ગયાક જીગરદાન ગઢવીના ગીત પર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા.
વડોદરામાં યુવાનો મન મૂકીને ડાન્સ કર્યો
આ ઉપરાંત વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણીમાં યુવાધન હિલોળે ચડ્યું હતું. વેદા લોન્સ, સેવાસી ખાતે યુવાનો મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ શહેરના ફતેગંજ વિસ્તારમાં ચર્ચને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. ફતેગંજમાં ભારે ભીડ જામતા પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ફતેગંજ મેઇન રોડ આખો પેક થઈ ગયો હતો અને જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો દેખાયા હતા.
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં યુવાધન ઝૂમી ઉઠ્યું
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ નાઈટની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ક્લબ હાઉસ અને પાર્ટી પ્લોટમાં યુવક યુવતીઓ અલગ અલગ બોલિવૂડ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. નવા વર્ષનાં આગમનને અવનવા ગીતો પર ઝૂમી વધાવવામાં આવ્યું હતું. ડીજે વિથ ડાન્સ એન્ડ ડિનરની થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણીમાં યુવાધન ઝૂમી ઉઠ્યું હતું.
મોડી સાંજથી જ યુવાનો પાર્ટી-પ્લોટો અને ક્લબોમાં ઉમટી પડ્યા
મોડી સાંજથી જ યુવાનો પાર્ટી-પ્લોટો અને ક્લબોમાં ઉમટી પડ્યા છે. શહેરના માર્ગો વાહનોથી ઉભરાઇ ગયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મોટા ભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું . આ વખતે પાર્ટીઓમાં સનબર્ન, લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ વગેરે ફેમસ થીમ છે. વિદેશી DJ પણ ગુજરાતમાં ધુમ મચાવતા નજરે ચડ્યા
કેડિલાના CMD સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો અમદાવાદની