- Gujarati News
- Dvb original
- What Role Did Gujarat University Chancellor Dr. Neerja Gupta Play In Jammu And Kashmir Before Abrogation Of Article 370?
અમદાવાદ15 મિનિટ પેહલાલેખક: કમલ પરમાર
- કૉપી લિંક
30 જૂન, 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ મહિલાએ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો હોય. આ મહિલા એટલે ડૉ. નીરજા ગુપ્તા. મોટા ભાગના લોકો તેમને ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે તેમજ તેમની શૈક્ષણિક સિદ્ધિ વિશે જ જાણતા હશે, પણ શું તમને ખ્યાલ છે કે ડૉ. નીરજા ગુપ્તા એ વ્યક્તિ છે, જેમણે કલમ 370 હટાવવા માટે પડદા પાછળ મોટી ભૂમિકા ભજવી છે.
26 વકીલ, 23 અરજી, 4 વર્ષ કરતાં વધુ સમય સુધી દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલેલા કેસનો તાજેતરમાં જ ચુકાદો આવ્યો છે. 11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવીને કલમ 370ને હટાવવા માટેની પ્રક્રિયા પર મહોર મારી હતી. ત્યારે દિવ્ય ભાસ્કરે ડૉ. નીરજા ગૃપ્તા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતે કલમ 370 હટાવવામાં પરોક્ષ રીતે કેવી ભૂમિકા ભજવી એ બાબતે ઘણા અજાણ્યા કિસ્સાઓ તેમજ જમ્મુ-કાશ્મીરની 70થી વધુ મુલાકાતોમાં તેમણે શું અનુભવ્યુ એ વિશે માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં તહેનાત સુરક્ષાજવાનો.
યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યાં છે ડૉ. નીરજા