અમદાવાદના નિકોલ વિસ્તારની 14 વર્ષિય સગીરાનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત ભોગબનનારને 1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે નોં
.
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક મહિલાની 14 વર્ષિય દીકરીને 27 જુન, 2022ના રોજ ઊલટી થવા લાગી હતી. જેથી ઊલટી બંધ થવાની દવા આપતા બંધ થઇ ગઇ હતી. જોકે, દીકરીને આ મામલે પુચ્છા કરતા બે મહિનાથી માસીક બંધ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ દીકરી રડવા લાગી હતી. જેથી માતાએ તેને વિશ્વાસમાં લઇ પુચ્છા કરતા તેણીએ જણાવ્યું હતું કે, ચારેક મહિના અગાઉ તે પલવીંદરસીંગ ઉર્ફે પાજી અમરજીતસીંગ હુડા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી.
ત્યાર બાદ તે વારંવાર પલવીંદરસીંગ તેને સ્કૂલની બહાર મળવા આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, તું ટ્યુશન ના જતી આપણે બહાર ફરવા જઇશુ. જેથી ટ્યુશન ક્લાસ જવાની જગ્યાએ તેની સાથે ફરવા ગઇ હતી. ત્યારે પલવીંદરસીંગે નાસ્તો કરાવ્યો હતો અને તું મને બહુ ગમે છે. હું તારી સાથે લગ્ન કરીશ અને સારી રીતે રાખીશ તેમ કહી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ફરી ડરાવી ધમકાવી બીજી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. દીકરીની આવી વાત સાંભળ્યા બાદ માતાએ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ ખરીદી ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. જેથી આ મામલે નિકોલ પોલીસ મથક ખાતે પલવીંદરસીંગ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી.
આ કેસમાં પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે. ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત કેદ કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.