જિલ્લાની બીઆરસી કચેરીની નિતીરીતી સામે જ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે,ત્યારે આ કચેરીઓના કર્મચારીઓનું મનસ્વી વલણ બહાર આવ્યું છે.જિલ્લાના તાલુકાઓની બીઆરસી કચેરીના કર્મીઓ શિક્ષણતંત્રને ભલે સરકારી નીતિનિયમોના અમલની સમજણ આપતા હોય પરંતુ સરકારી કાયદાઓના અમલમાં
.
વિઝીટના નામે પણ કચેરીના કર્મીઓ છટકબારી શોધતા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે.દિવ્ય ભાસ્કર દ્વારા જિલ્લાના બીઆરસી ભવનોના કચેરીમાં સાંજે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા કે મોટાભાગના બીઆરસી ભવનોમાં તાળા લાગી ગયા હોય જવાબદાર અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો.જિલ્લા શિક્ષણ અધિકારી વસાવા માત્ર તપાસ કરીશુંનું રટણ કરતા ગુલ્લીબાજોને ખુલ્લું મેદાન મળી ગયું છે.
બીઆરસી ભવનનો સમય 10:30 થી 6:10 હોય છતાં જિલ્લાના તાલુકાઓમાં આવેલ બીઆરસી ભવનના કર્મચારીઓ શાળાઓ છૂટતાની સાથે જ પણ ઘરનો રસ્તો પકડી લેવા જિલ્લા શિક્ષણ વિભાગને ઉઠા ભણાવી તાળા લગાવી દેવામાં આવતા હોવાની પ્રતીતિ થઈ રહી છે.બીજી તરફ કપરાડાની અંતરયાળ વિસ્તારની શાળાઓમાં પણ શિક્ષકોને ઘરે જવાની ઉતાવળ હોય છે.જલ્દી ઘરે જતાં શિક્ષકો સામે કોઇ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.
ધરમપુરમાં કાર્યક્રમ હોવાથી આવું બન્યું બીઆરસી ભવન સમયસર ખુલે અને બંધ થાય છે. બુધવારે ધરમપુરના કાર્યક્રમ હોવાથી તમામ બીઆરસી સ્ટાફ ત્યાં હતો.જેથી બીઆરસી ભવન બંધ હતા લગભગ કાયમી બંધ રહેતા નથી. દિવ્ય ભાસ્કરથી જાણવા મળ્યું કે કર્મીઓ વહેલા જ ભવન બંધ કરી જતા રહે છે. જેની તપાસ કરવામાં આવશે. > ડી.બી.વસાવા, DPEO