સુરતના અલથાણ વિસ્તારના ભીમરાડ ખાતે રહેતા વોર્ડ નંબર-30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલના આપઘાતનું કારણ રહસ્ય જ રહે એવો ઘાટ સર્જાયો છે. દીપિકા પટેલના આપઘાતના દિવસથી શંકા ના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની બીજીવાર અઢી કલાક પૂછપરછ કરાઈ હતી.
.
ચિરાગ સોલંકીની અઢી કલાક પુછપરછ હાથ ધરી ભાજપની મહિલા મોરચાની પ્રમુખ દિપીકા પટેલ આત્મહત્યા દુષ્પ્રરણા કેસમાં પોલીસની તપાસ ચિરાગ સોલંકી ઉપર કેન્દ્રીત થઈ છે કારણ કે, કોર્પોરેટર ચિરાગ સોલંકી સતત દીપિકા પટેલના સંપર્કમાં હતો અને તેમની વચ્ચે પારિવારીક સંબંધો હતા. બંને વચ્ચે નાણાકીય, સામાજીક કે પારિવારીક કોઇ ઝઘડો કે બોલાચાલી થઇ હતી, જે કારણોસર દિપીકા પટેલે દબાણમાં આવી આત્યાંતિક પગલું ભર્યું. આ દિશામાં પોલીસ ચિરાગ સોલંકીની અઢી કલાક પુછપરછ કરી હતી.
કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોંય અલથાણ વોર્ડ નં-30માં ભાજપની મહિલા મોરચાની પ્રમુખ દિપીકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દિપીકા પટેલના નજીકના મનાતા અને સચીન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોંય તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી હતી. DCP વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડીટેઈલ રેકોર્ડમાં દિપીકા પટેલ પ્રતિદિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતી હોવાની વિગતો સામે આવી છે.
ચિરાગને આપઘાતના દિવસે 15 કોલ કર્યા હતા આજે ફરી કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વીડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી. પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દીપિકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે, તે તેની માનેલી બહેન હતી. તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દીપિકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, દીપિકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દીપિકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો. જેથી રોજ કોલ કરવામાં આવતા હતા. દીપિકાએ આપઘાતના દિવસે પણ 15 જેટલા કોલ કર્યા હતા.
સ્ટ્રેસમાં હોવાનું અને આપઘાત કરવાનું જણાવતા ઘરે બચાવવા દોડ્યો ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે, દીપિકા હિંમતવાન, પાવરફુલ, ઈમોશનલ અને કોઈ વાતનું માઠું ઝડપથી લાગી જવું અને ગુસ્સાવાળી હતી. તે દિવસે પણ તેને કોઈ વાતનું માઠું લાગી આવ્યું હોવાની શક્યતા છે. ત્યારબાદ જ તેણે આટલું આકરું પગલું ભરી લીધું હોવાની શક્યતા છે. દીપિકાએ જ્યારે સ્ટ્રેસમાં હોવાનું અને આપઘાત કરવાનું જણાવ્યું એટલે તુરંત દોડીને તેના ઘરે પહોંચી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
CCTV ચાલુ કરીને ઉલટ તપાસ પણ હાથ ધરી આ મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દીપિકાનો આઇ ફોન લોક હોવાથી FSLમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે આજે ચિરાગને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં તેને કોલની ડીટેલ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. જેમાં રોજ દીપિકા અને તેના પતિ નરેશ સાથે ચિરાગની વાત થતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સામે CCTV ચાલુ કરીને તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી હતી.
બેંક ટ્રાન્ઝેક્શનમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી રૂપિયાની લેવડદેવડને લઈને પણ પોલીસ દ્વારા ચિરાગની પૂછપરછ કરવામાં આવી હતી. ચિરાગના અને દીપિકાના બે સ્ટેટમેન્ટ પણ તપાસવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે વેસુ વિસ્તારમાં પરિવારની જમીનના વેચાણના દીપિકાના સાસરા પાસે બાર કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાંથી દીપિકા અને નરેશને સાડા પાંચથી છ કરોડ રૂપિયા ભાગે આવ્યા હતા. આ અંગેના બેંકના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવતા તેમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. દીપિકાના બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શનમાં જમીનના રૂપિયાઓ આવેલા છે અને તેના નાના-મોટા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે તેનું જ ટ્રાન્ઝેક્શન છે.
ચિરાગ દીપિકાનો માનેલો ભાઈ છે દીપિકા પટેલના આપઘાતના કેસમાં પોલીસ દ્વારા દીપિકાના પતિ, દીપિકાના પિતા, દીપિકાના ત્રણેય સંતાનોના નિવેદન લેવામાં આવ્યા હતા. દીપિકાના પતિ દ્વારા પણ નિવેદનમાં નોંધાવવામાં આવ્યું હતું કે, ચિરાગ દીપિકાનો માનેલો ભાઈ છે. દીપિકાના પિતા દ્વારા પણ ચિરાગ અંગે કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નથી ત્યારે દીપિકાના ત્રણેય સંતાનો દ્વારા પણ ચિરાગને મામા કહીને સંબોધવામાં આવ્યા હતા. પહેલા દિવસોથી જ કોર્પોરેટર ચિરાગ સોલંકીની વર્તુણક શંકાસ્પદ રહી છે છતાં પણ પરિવાર દ્વારા કોઈ આક્ષેપો ન કરવામાં આવતા સમાજ અને ગામ લોકોમાં પણ આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે.
આખા કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ દીપિકાએ આપઘાત કરતી હોવાનો કોલ કર્યા બાદ ઘરે પહોંચેલા ચિરાગે હાથમાં ગ્લવ્ઝ પહેરેલા હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છતાં પણ પોલીસ દ્વારા ગ્લવ્ઝ ન પહેર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ પણ કોઈપણ શંકાસ્પદ બાબત સામે ન આવી હોવાનું જણાવી રહી છે. જોકે, દીપિકા પટેલના ગ્રાઉન્ડ અને એક માળના મકાનમાં નીચે કોઈપણ પ્રકારના CCTV લગાવવામાં આવેલા નથી. જ્યારે પહેલા માળ પર જ્યાં દીપિકા રહે છે ત્યાં ત્રણ જેટલા CCTV કેમેરા લગાવવામાં આવેલા છે. જેથી, આ આખા કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકા ઉપજાવતી હોય એવી શક્યતા પણ રહેલી છે.