નમો હોસ્પિટલની મહિલા સુરક્ષા ગાર્ડની સાથે સિક્યુરિટી એજન્સી અને એમના સાથીઓ દ્વારા અભદ્ર વર્તાવની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવી છે.મહિલા સુરક્ષા ગાર્ડે દાનહની જિજ્ઞાસા જનસેવા સંગઠન સહિત પોલીસને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે.
.
સેલવાસ નમો હોસ્પિટલ એટલેકે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત મહિલા સુરક્ષા ગાર્ડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમિત નામના સિક્યુરિટી ગાર્ડે બે દિવસ પહેલા એને કહ્યું હતું કે સુવા માટે મારી સાથે આવશે કે?આ મહિલા ગાર્ડે એને ખરી ખોટી સંભળાવ્યા બાદ ડ્યૂટી પર જતી રહી હતી.6માર્ચે એણે સુપરવાઈઝરને ફોન કરી અપેક્ષા નામની લેડીને 1 કલાક માટે મારી ડયૂટી પર મોકલવામાં આવી અને એ લેડી સુપરવાઈઝર,સુનિલ અને શિવ આ બન્નેએ બ્રાન્ચ મેનેજરને ફોન કરી બોલાવી લીધા અને મારી કોઈ પણ ભૂલ ન હોવા છતાં નોકરી પરથી કાઢી મુકવામાં આવી હતી.
પીડિત મહિલાએ કેટલાક દિવસો પહેલા સિક્યુરિટી હરી મોહને પણ એને ગંદી વાત કહી સુપરવાઈઝર શિવ સાથે સેટિંગ કરવાની વાત કરી હતી.નોકરી તો હવે ચાલી ગઈ છે પરંતુ જે લોકોએ એની સાથે અશ્લીલ માંગ કરી છે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માગ કરી સુપરવાઈઝર શિવ અને સુનિલ સાથે સિક્યુરિટી અમિત સાથે લેડી સુપરવાઈઝર સામે કાર્યવાહીની કરવા અને ન્યાય આપવા માગ કરી છે.
એજન્સીના સંચાલકે આરોપો નકાર્યા રિલાયેબલ સિક્યુરિટીના એજન્સીના સંચાલક ઇન્ડલ પાંડેએ આ આરોપોને નકારી દેતા એજન્સીને બદનામ કરવાનું કાવતરૂં ગણાવતા એના અન્ય કર્મચારીઓ સ્ટાફ સાથે કોઈ કે વાતમાં વિવાદને લઇ એરિયા મેનેજરે તેને સારુ કામ ન કરી શકે તો નોકરી છોડી દેવા જણાવ્યું હતું જે બાદ બીજા દિવસે તે નોકરી પર ન આવી.