કોલકાતામાં એક ડોક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી બે સગા ભાઈઓએ વરાછામાં ભાડેની દુકાનમાં 8 વર્ષછી ક્લિનિક ચલાવી રહ્યા હતા. બંને પાસે કોઈ ડિગ્રી ન હતી છતાં એક ભાઈએ ગુપ્ત રોગોના ડોક્ટર અને બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો. વરાછાના લંબે હનુમાન રોડ
.
જ્યાંથી જુગલ બિશ્વાસ નામનો બોગસ ડોક્ટર પકડાયો હતો. તેની પાસેથી કેટલીક એલોપેથિક દવા કબજે લીધી હતી. સાથે તે હાઇડ્રોસીલ, મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે તેનો ભાઇ મિલન બિશ્વાસ વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હતો. તેને પણ પોલીસે પકડી પાડ્યો હતો. તેના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યાં હતાં. પોલીસે બંને ભાઈઓના ક્લિનિક પરથી મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, બંને પાસેથી ઘણી માહિતી મળી શકે એમ છે.
જુગલ અને મિલન બિશ્વાસ માત્ર ધોરણ 12 પાસ બંને ભાઇઓ જુગલ અને મિલન બિશ્વાસ માત્ર 12 પાસ હતા અને 8 વર્ષથી સુરતમાં ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, બંને ઠગો સુરતમાં આવવા પહેલાં કોલકાતામાં એક એમબીબીએસ ડોક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. કોલકાતામાં દવા અને ઇન્જેક્શન કેવી રીતે આપી શકાય તે શીખી લીધા પછી બંનેએ નોકરી છોડી દીધી હતી અને પછી સુરત ફેમિલી સાથે શિફ્ટ થઈ ગયા હતા. વરાછામાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. જો કે, પોલીસના દરોડામાં બંને ભાઈઓની પોલ ખૂલી ગઈ હતી અને સાણસામાં આવી ગયા હતા.