મહેસાણા જિલ્લામાં એક 28 વર્ષીય મહિલાના લગ્નજીવનમાં ત્રણ વર્ષમાં જ તિરાડ પડી ગઈ હતી. મહિલાને દોઢ વર્ષનું બાળક હોવા છતાં તેનો પતિ તેમને પિયર મૂકી ગયા બાદ લાંબા સમય સુધી લેવા આવ્યો નહોતો. ઘણા દિવસો બાદ જ્યારે પતિ પત્નીને તેડવા પિયર આવ્યો, ત્યારે પત્નીએ
.
આ પરિસ્થિતિમાં મહિલાએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો. ટીમ તરત જ મહિલા પાસે પહોંચી અને તેની રજૂઆત સાંભળી. ત્યારબાદ મહિલાને PBSC સેન્ટર લઈ જવામાં આવી. સેન્ટરમાં કાઉન્સેલરે મહિલાની રજૂઆત સાંભળી અને પતિને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલરે દંપતીને તેમના દોઢ વર્ષના બાળકના ભવિષ્યનો વિચાર કરવા સમજાવ્યા. નાની-નાની વાતે ઝઘડો ન કરવા અને મહિલાને હેરાન ન કરવા પતિને કાયદાકીય સૂચન આપવામાં આવ્યું. અંતે, બંને પક્ષોએ પોતાની જીદ છોડી અને બાળકના હિતમાં સમાધાન કરવાનો નિર્ણય લીધો હતો.