સૌરભ પોલીસ ચોકીમાં જ મહિલા PSIએ લાંચની રકમ સ્વીકારતાં ધરપકડ
મહિલા પીએસઆઈ 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. અડાજણ પોલીસ મથકની હદમાં આવતી સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઇ ફરજ બજાવે છે. દુકાનદાર વિરુદ્ધ પાર્કિંગની અરજી આવી હતી, જેને લઈને એફ.આર આઈ. દાખલ નહીં કરવાના અવેજ પેટે 5 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. દરમ
.
અરજીની મહિલા PSI પાસે તપાસ હતી
સુરતના અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિ દુકાનો ધરાવી ધંધો કરે છે. તે બાબતે તેના વિરુદ્ધમાં પાર્કિંગની અરજી થઈ હતી, જેની તપાસ અડાજણ પોલીસ મથકના હદની સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નીલમબેન જયંતીભાઈ મારું કરી રહ્યા હતા. જે તપાસમાં 283 મુજબની એફ આર.આઈ. દાખલ નહીં કરવાના અવેજ પેટે મહિલા પીએઆઇએ 5 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
એસીબીએ છટકું ગોઠવ્યું હતું
આ મામલે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મહિલા પીએસઆઇએ સૌરભ પોલીસ ચોકીમાં જ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલા પીએસઆઈ નીલમબેન મારુંને ઝડપી લીધા હતા. એસીબીએ મહિલા પીએઆઇની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં મહિલા પીએસાઈ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી હતી