ગાંધીનગરમાં રહેતા પોલીસ કર્મચારીના પત્ની સાથે 17 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. મહિલાએ પોતાના એક પરિચિત વ્યક્તિ પાસેથી ઓકશનવાળું મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. જે માટે ટુકડે ટુકડે 17 લાખ રૂપિયા બહાનાખત પેટે આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેમને બેંકમા
.
42 લાખમાં મકાન ખરીદવાની ડીલ થઈ હતી ગાંધીનગરમાં રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા ગુરદિપસિંહ સૈનીની પત્ની દીપલ સૈનીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2024 દરમિયાન તેમના નણદોઈ મહેન્દ્રસિંહ ખોખર સાથે તેમને મકાન વેચાણથી લેવાની વાત થઈ હતી. આ દરમિયાન એક પરિચિત દિલીપ મલ્લાહ નામના વ્યક્તિએ તેમને જણાવ્યું હતું કે, ન્યુ સીજી રોડ ચાંદખેડા પર ઈશાન રેસીડેન્સીમાં જૂનું ઓકશનવાળું મકાન છે. જેથી દીપલબેન તે મકાન જોવા ગયા હતા. દીપલબેનને મકાન પસંદ આવતા 42 લાખમાં મકાન ખરીદવાની ડીલ થઈ હતી. 42 લાખ પૈકી 17 લાખ રૂપિયા રોકડા અને 25 લાખ બેંક મારફતે આપવાનું નક્કી કર્યું હતું. દિલીપે દીપલબેન પાસેથી બહાનાખતના નામે શરૂઆતમાં 8 લાખ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ બેંક દ્વારા 5 લાખ અને બીજા 4 લાખ એમ કુલ 17 લાખ રૂપિયા લીધા હતા. ઉપરની 25 લાખ રૂપિયાની રકમની લોન કરાવી આપવાનું જણાવ્યું હતું.
દિલીપ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પૈસા આપ્યાના ત્રણ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં દિલીપ તેમને લોન કરાવી આપતો ન હતો અને લોન ટ્રાન્સફર પણ કરાવતો ન હતો. જેથી દીપલબેને મકાન ખરીદવાની ના પાડી હતી અને તેમને આપેલા 17 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. તેના બદલામાં દિલીપે દીપલબેનને 5 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા ચેક પણ બાઉન્સ થયો હતો. તેથી તેઓ દિલીપ પાસે ગયા ત્યારે દિલીપે જણાવ્યું હતું કે, 17 લાખ રૂપિયા આપી દેશે પરંતુ અનેક વાયદાઓ કર્યા છતાં પણ દિલીપે પૈસા ના આપતા દીપલબેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દિલીપ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.