મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાના માધ્યમથી છેલ્લા સાત મહિનામાં લગભગ 25 હજાર 250 કરોડ રૂપિયા વિતરિત કર્યા પછી યોજના પર લગામ તાણવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.આ યોજનાનું સામાજિક પરીક્ષણ કરતા અન્ય વિવિધ યોજનાઓના માધ્યમથી લાભ લેનારી તેમ જ ઈન્કમટેક્સ
.
એમાંથી 2 કરોડ 41 લાખ મહિલા પાત્ર થઈ. હજી પણ 11 લાખ અરજીની ચકાસણી બાકી છે અને 11 લાખ અરજીને આધારકાર્ડ સાથે જોડવાનું બાકી છે.યોજનાના ધોરણનું ઉલ્લંઘન કરીને ગેરફાયદો લેનાર 5 લાખ બહોનેને સરકારે ગયા અઠવાડિયે જ ગેરલાયક ઠરાવી હતી. આ યોજના પર પાણી જેમ વેરાતા રૂપિયા પર અંકુશ મૂકવા યોજનામાં કેટલાક સુધારા કરવાનો નિર્ણય તાજેતરમાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો.
સંજય ગાંધી નિરાધાર યોજના તેમ જ મુખ્યમંત્રી મારી લાડકી બહેન એમ બંને યોજનાનો લાભ લેતી 2.3 લાખ લાડકી બહેનોને આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા પછી હવે આગળ પણ સરકારની વિવિધ યોજનાઓમાં 1 હજાર 500 રૂપિયા કે એનાથી વધુ આર્થિક લાભ લેનારી મહિલાઓને લાડકી બહેન યોજનામાંથી બાકાત કરવામાં આવશે. તેમ જ લગભગ 6.5 લાખ નમો ખેડૂત તેમ જ મુખ્યમંત્રી મારી લાડકી બહેન એમ બંને યોજનાનો લાભ લેતા મળી આવ્યા છે. નમો ખેડૂત યોજનાનો લાભ દર મહિને એક હજાર રૂપિયા છે. તેથી આ લાભાર્થીઓને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનામાં ફક્ત 500 રૂપિયા આપવામાં આવશે. આગળ પણ આ યોજનાના રૂપિયા દર મહિનાના ત્રીજા અઠવાડિયે આપવામાં આવશે.
નામમાં તફાવત જણાયો છે આ યોજનાનો લાભ લેવા કુટુંબની આવક અઢી લાખ રૂપિયાથી કરતા ઓછી હોય એવી શરત છે છતાં એનું ઉલ્લંઘન કરીને અનેક મહિલાઓએ યોજનાનો લાભ લીધાનું જણાયું છે. તેથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આઈટી રિટર્ન ભરનારી મહિલાઓની માહિતી મેળવવામાં આવશે. એમાં અઢી લાખ રૂપિયા કરતા વધુ આવકવાળી લાભાર્થી મહિલાઓને યાદીમાંથી બાકાત કરવામાં આવશે. બીજા માર્ગે પણ કોઈ લાભાર્થી મહિલાનું કુટુંબ અઢી લાખ રૂપિયા કરતા વધુ આવક ધરાવતું હોવાનું જણાશે તો સંબંધિતોને અપાત્ર કરવામાં આવશે. આ યોજનાની લગભગ 16.5 લાખ મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા મોકલવામાં આવ્યા પછી તેમણે અરજીમાં આપેલા નામ અને રૂપિયા જમા થયેલી બેંક ખાતા પરના નામમાં તફાવત જણાયો છે. આવા લાભાર્થીઓની જિલ્લા સ્તરેથી ફેરતપાસ કરવામાં આવશે અને એમાં અપાત્ર જણાયેલી લાડકી બહેનોને અપાત્ર ઠરાવવામાં આવશે.
લાભાર્થીની હયાતીની તપાસ નવેસરથી પાત્ર બનેલી તથા નવેસરથી આધારકાર્ડ જોડાણ કરેલા લાભાર્થીઓને હવે પહેલાંના મહિનાના એટલે કે જુલાઈથી લાભ ન આપતા અરજી મંજૂર થયાના પછીના મહિનાથી લાભ આપવામાં આવશે. દર વર્ષે 1 જૂનથી 1 જુલાઈ દરમિયાન ઈ-કેવાયસી અને લાભાર્થી હયાત છે કે નથી એની તપાસ કરીને જ આગળનો લાભ આપવામાં આવશે.