જામનગર જિલ્લાના જોડીયા ટાઉનમાં એલસીબી પોલીસે બસ સ્ટેન્ડની સામે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
.
પકડાયેલા આરોપીઓમાં હનીફભાઈ દાઉદભાઈ સન્ના અને વસીમભાઈ હૈદરઅલી માણેકનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ જોડીયાના રામરહીમનગર, મફતીયાપરા વિસ્તારના રહેવાસી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,600, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ. 15,000, એક મોટરસાયકલ કિંમત રૂ. 30,000 અને વર્લી મટકાનું સાહિત્ય મળી કુલ રૂ. 48,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે એએસઆઈ દિલીપભાઈ તલાવડીયાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્લી મટકાની કપાત લેનાર રાજકોટના મોહીનભાઈને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ પી.એન. મોરી અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.