ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે છે, જે ઘણી ગંભીર બાબત છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત બનાવવા 14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસને ઉપલક્ષ્ય બનાવી, યોગીક ઉપચાર દ્વારા ડાયાબિટીસના દર્દીઓને યોગમય જીવનશૈલી
.
શિબિરના સમાપણ સમારંભમાં હાજર પ્રમુખ મેહમાનોમાં પીઆઈ બાબાસાહેબ કોલી, જીઆરજી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ આલોક કુમાર, મારવાડી યુવા મંચના સ્થાપક નંદલાલ ગોયલ, આર્ટ ઓફ લિવિંગના લકીભાઈ, લાઈન્સ ક્લબના પ્રમુખ આહુજા અને લલિત, સમર્પણ ધ્યાન કેન્દ્રના મહાવીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન યોગ કોચ દેવેન્દ્રભાઈ ઠક્કર અને ડૉ. નયનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના માર્ગદર્શન હેઠળ પુરા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં કુલ 45 જગ્યા ઉપર ડાયાબીટિસ મુક્તિ માટે શિબિરનું આયોજન તા.14થી 28 નવેમ્બર દરમિયાન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોર્ડીનેટર પૂજા વિનોદ લાલવાણી, સીનિયર યોગ કોચ જનાર્દન ભાઉ, ભુપેન્દ્રભાઈ સોડા, નરસિંહભાઈ, તુષારભાઈ, વિનોદ લાલવાણી, મોતાભાઈ, સ્વાતિ ભાટિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. પ્રિયા શર્મા, હેતલ જાની, સંગીતા દદેચી, સ્વાતિ ભાટિયા, કુસુમ આહુજા, પલક ભટ્ટ, સીમા નાજવાની, નિધિબેન, સીમા કુશવા, હેતલ ઠક્કરનો સહયોગ રહ્યો હતો.