સુરત શહેરમાં તાજેતરમાં ત્રણ ગંભીર ગુનાઓ પ્રકાશમાં આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં યુવતી પર બળાત્કાર, ગ્લોબલ માર્કેટના વેપારી સાથે લાખોની છેતરપિંડી અને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના બહાને 24 લાખની ઠગાઈના કિસ્સા સામે આવ્યા છે. ત્રણે ગુનાઓમાં પોલીસે ફરિયાદ નોં
.
યુવતી ગર્ભવતી થતાં બળાત્કારની ઘટના સામે આવી લિંબાયત વિસ્તારમાં એક યુવકે ઘર ઘૂસી યુવતી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ચાર મહિના પહેલાં બની હતી, જ્યારે યુવતી ઘરે એકલી હતી. આરોપી ફિરોઝ નામના યુવકે 15 ઓક્ટોબર 2024ના રોજ યુવતીના ઘરમાં ઘૂસીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ભાગી ગયો હતો. યુવતીને મૌન રહેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તેણીએ કોઈને કશું કહ્યુ નહીં. ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે યુવતી ગર્ભવતી હોવાની ખબર પડી. પરિવારજનોને સમગ્ર હકીકત જાણવા મળતાં તેઓએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. લિંબાયત પોલીસે ફિરોઝ સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના ગ્લોબલ માર્કેટના વેપારી સાથે 5.29 લાખની છેતરપિંડી વરાછા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારી સાથે લાખોની છેતરપિંડી થઈ છે. વેપારી નિકેત સોની, જે અંજનીપુત્ર ટેક્ષર્ચ ફર્મ ચલાવે છે, તેમની પાસેથી જયપુર, રાજસ્થાનના પાર્થ ક્રિએશનના માલિક વિજેન્દ્ર ઢીલોન એ રૂ.5.54 લાખનો પોલિસ્ટર વ્હાઈટ કાપડ ખરીદ્યો હતો. પ્રારંભમાં 25,000નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું પરંતુ, બાકી 5.29 લાખ માટે ખોટા વાયદા કરતા રહ્યા. બાદમાં આરોપી દુકાન બંધ કરીને ભાગી ગયો. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં, વિજેન્દ્ર ઢીલોન સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.
ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે ત્રણ લોકો સાથે 24 લાખની ઠગાઈ સુરતમાં પેઢીદારોએ કામ માટે વિદેશ જવાની ઇચ્છા રાખતા લોકોને નિશાન બનાવતી વધુ એક ઠગાઈ સામે આવી છે. હજીરા રોડ પર પાલ આરટીઓ પાસે મારવેલા બિઝનેસ હબમાં ગૌતમી ઈમિગ્રેશન ટુર્સ અને ટ્રાવેલ્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાના બહાને ત્રણ લોકો પાસેથી 24 લાખની ઠગાઈ કરવામાં આવી. હિરેન વાકડીયા (કતારગામ), ધવલકુમાર પટેલ અને ધ્યાનકુમાર માંગુકિયા સાથે સંકળાયેલા ત્રણેય વ્યક્તિઓએ આઈટી કામ માટે ઓસ્ટ્રેલિયામાં મોકલવાની ખાતરી આપીને ₹8.50 લાખ, ₹15 લાખ અને ₹50,000 મેળવી લીધા હતા. પરંતુ વિઝા અસલી ન હોવાનું બહાર આવ્યું અને આરોપીઓ ઓફિસમાં તાળા મારી નાસી ગયા. ભોગ બનનારોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પ્રમોદકુમાર યાદવ, રામુકુમાર અને અજંલી શાહ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે.
સુરત પોલીસે તમામ ગુનાઓમાં તપાસ શરૂ કરી આ ત્રણેય ગુનાઓમાં સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. લિંબાયત બળાત્કાર કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે વેપારી અને વિઝા ઠગાઈ કેસમાં પોલીસ આરોપીઓને શોધી રહી છે.